કોલકાતા પોલીસ ચીફની ધરપકડ સહિત કોઈ દંડાત્મક કાર્યવાહી કરાશે નહીં: સુપ્રીમ કોર્ટ
સર્વોચ્ચ અદાલતે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમાર સીબીઆઈ સમક્ષ હાજર થાય અને શારદા ચિટફંડ ગોટાળાની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપે
નવી દિલ્હીઃ સીબીઆઈ વિરુદ્ધ મમતા બેનરજી કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે શારદા ચિટફંડ કેસમાં તપાસ એજન્સી સીબીઆઈની અરજીની સુનાવણી કરતા કેટલાક મહત્વના આદેશ આપ્યા હતા. સર્વોચ્ચ અદાલતે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને આદેશ આપ્યા કે તેઓ સીબીઆઈ સમક્ષ હાજર થાય અને શારદા ચિટફંડ ગોટાળાની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપે. આ સાથે જ આ કેસમાં હવે પછીની સુનાવણી 20 ફેબ્રુઆરી નક્કી કરાઈ છે.
સુપ્રીમે આપેલા આદેશના મહત્વના મુદ્દા...
- કોલકાતા પોલીસ છેડછાડ કરેલા કોલ ડેટાનો રેકોર્ટ ઉપલબ્ધ કરાવેઃ એટોરની જનરલ
પ.બંગાળમાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન નહીં લાગે, રાજ્ય ભાજપે કેન્દ્રને કરી હતી ભલામણ
- ચિટફંડ ગોટાળાની તપાસ માટે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રચવામાં આવેલી એસાઈટીનું નેતૃત્વ કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર કરી રહ્યા હતાઃ એટોરની જનરલ
- કોલકાતા પોલીસ પ્રમુખ તપાસ માટે હાજ થવાનું કહી શકે છે અને સીબીઆઈનું અપમાન કરવાની અરજી પર નોટિસ આપવામાં આવશેઃ સુપ્રીમ કોર્ટ
- કોલકાતા પોલીસ પ્રમુખ રાજીવ કુમાર તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ એ.એમ. સિંઘવીએ આરોપ લગાવ્યો કે, સીબીઆઈએ પોતાનું પ્રભુત્વ બતાવવા માટે આ પગલું ભર્યું છે.
બંગાળમાં સંગ્રામ: BJPના દિગ્ગજ નેતાઓ યોગી, ચૌહાણ, શાહનવાઝની રેલીઓને ન મળી મંજૂરી
સર્વોચ્ચ અદાલેત કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીાઈ સામે જાતે જ હાજર થવા અને શારદા કૌભાંડની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાનો આદેશ આપ્યો છે.
કોલકાતા પોલીસ પ્રમુખ રાજીવ કુમારની ધરપકડ સહિત કોઈ પણ દંડાત્મક પગલાં નહીં ભરેઃ સુપ્રીમ કોર્ટ
CM યોગી પાસે યુપીમાં ઊભા રહેવાની જમીન નથી, એટલે બંગાળના ચક્કર કાપે છે: મમતાનો કટાક્ષ
સર્વોચ્ચ અદાલેત પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ, ડીજીપી, કોલકાતા પોલીસ કમિશનરને સીબીઆઈ દ્વારા બીજી વખત તેમની સામે દાખલ કરેલી અપમાનની અરજીઓનો જવાબ આપવા આદેશ આપ્યો છે.
આ સાથે જ સર્વોચ્ચ અદાલતે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ, ડીજીપી, કોલકાતા પોલીસ પ્રમુખને 20 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં હાજર થવાનું કહી શકે છે.