CM યોગી પાસે યુપીમાં ઊભા રહેવાની જમીન નથી, એટલે બંગાળના ચક્કર કાપે છે: મમતાનો કટાક્ષ

ભાજપ વિરુદ્ધ ઉગ્ર વલણ ધારણ કરી ચૂકેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સીએમ યોગી આદિત્યનાથ પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે પહેલા ઉત્તર પ્રદેશમાં ધ્યાન આપવાની જરૂર છે. યુપીમાં અનેક લોકોની હત્યા થઈ છે. પોલીસ અધિકારીઓની પણ હત્યા થઈ છે. મોબ લિંચિંગ થઈ રહ્યું છે. આ જ કારણે જો યોગી આદિત્યનાથ પણ ચૂંટણી લડે તો તેઓ પણ હારી જશે. તેમની પાસે હાલ યુપીમાં ઊભા રહેવાની પણ જગ્યા નથી, આથી તેઓ બંગાળના ચક્કર લગાવી રહ્યાં છે. 
CM યોગી પાસે યુપીમાં ઊભા રહેવાની જમીન નથી, એટલે બંગાળના ચક્કર કાપે છે: મમતાનો કટાક્ષ

કોલકાતા: ભાજપ વિરુદ્ધ ઉગ્ર વલણ ધારણ કરી ચૂકેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સીએમ યોગી આદિત્યનાથ પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે પહેલા ઉત્તર પ્રદેશમાં ધ્યાન આપવાની જરૂર છે. યુપીમાં અનેક લોકોની હત્યા થઈ છે. પોલીસ અધિકારીઓની પણ હત્યા થઈ છે. મોબ લિંચિંગ થઈ રહ્યું છે. આ જ કારણે જો યોગી આદિત્યનાથ પણ ચૂંટણી લડે તો તેઓ પણ હારી જશે. તેમની પાસે હાલ યુપીમાં ઊભા રહેવાની પણ જગ્યા નથી, આથી તેઓ બંગાળના ચક્કર લગાવી રહ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે સીએમ યોગીની રેલી પશ્ચિમ બંગાળમાં રવિવારે થવાની હતી પરંતુ પ્રશાસને તેમના હેલિકોપ્ટરને ઉતરવાની મંજૂરી ન આપી. ત્યારબાદ સીએમ યોગીએ ફોન પર રેલીને સંબોધિત કરી હતી. યોગી આદિત્યનાથે ત્યાર પછી તૃણમૂલ કોંગ્રેસ વિરુદ્ધ ટ્વિટર વોર છેડી દીધી. એક પછી એક સતત ટ્વિટ કરીને સીએમ યોગીએ મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યાં. 

સીએમ યોગીએ પોતાની ટ્વિટમાં લખ્યું કે હું  બંગાળ ફરીથી જઈશ અને તમારી સાથે આ અરાજક, બંધારણ વિરોધી સરકારનો ડટીને મુકાબલો કરવા માટે તમારી સાથે રસ્તાઓ પર આ લડાઈને આગળ વધારીશ. તેમણે વધુમાં લખ્યું કે સમગ્ર દેશને બંગાળની ધરતી પર ગૌરવની અનુભૂતિ થાય છે પરંતુ બંગાળની અંદર જ આજે જે ચાલી રહ્યું છે તેને કોઈ પણ સ્થિતિમાં સ્વીકારવું જોઈએ નહીં. હું આપ તમામ કાર્યકર્તાઓને આહ્વાન કરીશ કે તમે લોકતાંત્રિક રીતે ટીએમસીની ગુંડાગીરીવાળી સરકારનો સામનો કરો. 

મુખર્જી આ ધરતીના હતાં
સીએમએ ટ્વિટ કરીને કહ્યું કે અમારા જનસંઘના પ્રથમ સંસ્થાપક અધ્યક્ષ ડો,શ્યામાપ્રસાદ મુખર્જી આ ધરતીના હતાં અને એટલું જ નહીં પરંતુ અત્યારે હાલમાં આપણી ભારત સરકારે બંગાળના પુત્ર અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ આદરણીય પ્રણબ મુખર્જીને ભારત રત્ન આપ્યો છે. આ અગાઉ મોબાઈલથી જનસભાને સંબધોતા સીએમ યોગીએ કહ્યું કે હું ભારતીય જનતા પાર્ટી અને તેમના તમામ સમર્થકોનું અભિવાદન કરું છું. જે દરેક વિપરિત પરિસ્થિતિનો સામનો કરતા આ અરાજક, લોકતંત્ર વિરોધી, બંધારણ વિરોધી સરકારનો ડટીને મુકાબલો કરીને આ અભિયાનને આગળ વધારી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news