નવી દિલ્હીઃ લોકસભામાં મંગળવારે ગૃહમંત્રી અમિત શાહે એનસીપી સાંસદ સુપ્રિયા સુલેના સવાલનો જવાબ આપતા કહ્યું કે, ફારૂક અબ્દુલ્લાને કસ્ટડીમાં પણ નથી લેવાયા કે તેમની ધરપકડ પણ કરાઈ નથી. તેઓ પોતાની મરજીથી ઘરે છે. લોકસબામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર ચર્ચા દરમિયાન શાહે આ જવાબ આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનસીપીની સાંસદ સુપ્રિયા સુલેએ ચર્ચા દરમિયાન સવાલ પુછ્યો કે, "મારી બાજુમાં ફારૂક અબ્દુલ્લા જી બેસે છે અને તેઓ જમ્મુ-કાશ્મીરમાંથી ચૂંટાઈને આવ્યા છે. તેમનો અવાજ સાંભળવા મળતો નથી. આ ચર્ચા તેમના વગર અધુરી ગણાશે." ત્યારે અમિત શાહે સુપ્રિયાને જવાબ આપ્યો કે, "ફારૂક અબ્દુલ્લાની ધરપકડ કરાઈ નથી કે તેમને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા નથી. તેઓ પોતાની મરજીથી ઘરે છે."


કોંગ્રેસ પર અમિત શાહ કાળઝાળ, કહ્યું- 'સમગ્ર કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ, જીવ આપી દઈશું તેના માટે'


આ અંગે સુલેએ જણાવ્યું કે, "તો શું તેમની તબિયત સારી નથી?" તેના જવાબમાં શાહે જણાવ્યું કે, "હું તેમની તબિયત સારી કરી શકું એમ નથી. આ કામ તો ડોક્ટરનું છે."


આ અગાઉ બિલ પર ચર્ચાની શરૂઆત કરતા અમિત શાહે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. તેના પર કાયદો બનાવવાનો સંસદને સંપૂર્ણ અધિકાર છે. કોંગ્રેસના રાજમાં કલમ-370માં બે વખત સંશોધન થયું છે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....