Chhattisgarh: કોરોનાકાળમાં કલેક્ટર ભાન ભૂલ્યા, ફોન તોડી યુવકને માર્યો, હવે CM એ કરી કાર્યવાહી
સૂરજપુર જિલ્લાના કલેક્ટર રણવીર શર્માએ કોરોના લોકડાઉન દરમિયાન પોતાની સરકારી તાકાતનો કારણવગર ઉપયોગ કરતા એક યુવક સાથે એવો વ્યવહાર કર્યો કે દેશમાં તેમની આ હરકતની ખુબ ટીકા થઈ રહી છે.
રાયપુર: ભારત હજુ કોરોનાની બીજી લહેરથી બહાર આવ્યું નથી. દેશની 90 ટકાથી વધુ વસ્તી લોકડાઉન કે કોરોના કર્ફ્યૂના સકંજામાં છે. ફક્ત જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને જ પ્રતિબંધોમાંથી છૂટ અપાઈ છે. આવામાં આ પ્રતિબંધોને લાગૂ કરવા માટે પ્રશાસન પૂરેપૂરી કોશિશ કરી રહ્યું છે. ક્યાંક સારા પરિણામો જોવા મળી રહ્યા છે તો ક્યાંક લોકો હજુ પણ સુધરવા માટે તૈયાર નથી. આ બધા વચ્ચે છત્તીસગઢના સૂરજપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જેમાં કોરોના સંક્રમણને રોકવા માટે લાગેલા પ્રશાસનિક અમલીકરણ પર સવાલ ઉભા થઈ ગયા.
અહીં એક કલેક્ટરે યુવકને લાફો મારીને તેનો ફોન તોડી નાખ્યો હતો. આ મામલે કલેક્ટરે માફી માંગી પરંતુ આમ છતાં તેમની છૂટ્ટી કરી નાખવામાં આવી છે. મુખ્યમંત્રીના હસ્તક્ષેપ બાદ સીએમઓ તરફથી બહાર પાડવામાં આવેલા આદેશમાં આઈએએસ ગૌરવકુમાર સિંહને સૂરજપુરના નવા જિલ્લા કલેક્ટર બનાવવાની જાણકારી મળી છે.
પહેલા મોબાઈલ તોડીને પીટાઈ કરી પછી માફી માંગી
સૂરજપુર જિલ્લાના કલેક્ટર રણવીર શર્માએ કોરોના લોકડાઉન દરમિયાન પોતાની સરકારી તાકાતનો કારણવગર ઉપયોગ કરતા એક યુવક સાથે એવો વ્યવહાર કર્યો કે દેશમાં તેમની આ હરકતની ખુબ ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા ઉપર પણ તેમના આ લાફા પ્રકરણની આકરી ટીકા થઈ રહી છે.
જુઓ કલેક્ટરસાહેબની કરતૂતનો વીડિયો...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube