નવી દિલ્હી/ભોપાલ: કોંગ્રેસના મુખપત્ર નેશનલ હેરાલ્ડમાં મધ્ય પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક સર્વે છપાયો છે. આ સર્વેમાં રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમત મળવાની વાત કરવામાં આવી છે. સાથે સાથે એમ પણ કહેવાયું છે કે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને બીએસપી વચ્ચે ગઠબંધન હોવું જરૂરી છે. કારણ કે જો ગઠબંધન ન થયું તો પ્રદેશમાં ભાજપને સત્તા પરથી હટાવવું મુશ્કેલ બનશે. આ સાથે જ ગઠબંધન બાદ પણ ભાજપને મધ્ય પ્રદેશમાં બહુમત મળવાની વાત કરવામાં આવી છે. તામિલનાડુના સ્પીક મીડિયા નેટવર્ક દ્વારા 27 જુલાઈના રોજ આ સર્વે જારી કરવામાં આવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેશનલ હેરાલ્ડની વેબસાઈટ પર પ્રકાશિત ચૂંટણી પૂર્વે થયેલા આ સર્વેમાં કહેવાયું છે કે રાજ્યમાં ભાજપની સામે જો કોંગ્રેસ અને બીએસપી ગઠબંધન વગર ચૂંટણી લડશે તો ભાજપને 147, કોંગ્રેસને 73, જ્યારે બીએસપીને 9 અને અન્યને એક સીટ મળવાનું અનુમાન છે. જ્યારે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને બીએસપીનું ગઠબંધન થયું તો ભાજપને 126, કોંગ્રેસ અને બીએસપી ગઠબંધનને 103 જ્યારે અન્યને એક સીટ મળવાનું અનુમાન છે. 


તામિલનાડુના સ્પીક મીડિયા નેટવર્ક દ્વારા 27 જુલાઈના રોજ જારી આ સર્વેમાં અનુમાન કરવામાં આવ્યું છે કે જો કોંગ્રેસ-બીએસપી ગઠબંધન ન થયું તો રાજ્યમાં સરકારમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે કે ભાજપને હરાવવું મુશ્કેલ બનશે. જ્યારે કોંગ્રેસના નેતા અભય દુબેએ કહ્યું કે નેશનલ હેરાલ્ડમાં પ્રકાશિત સર્વે અમારો નથી. મધ્ય પ્રદેશમાં આ વખતે કોંગ્રેસનો વારો છે. 


ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનું મુખપત્ર ગણાતા નેશનલ હેરાલ્ડ અખબારમાં 29 જુલાઈએ એક લેખ પ્રકાશિત થયો હતો. જેમાં રાફેલ ડીલનો ઉલ્લેખ કરાયો હતો. લેખનું શિર્ષક હતું RAFALE: MODI'S BOFORS (કૌભાંડ) આ લેખ પ્રકાશિત થતા જ ભાજપે કોંગ્રેસને ઘેરવાનું શરૂ કરી દીધુ છે. ભાજપનું કહેવું છે કે રાફેલના બહાને પણ કોંગ્રેસે એ તો સ્વીકાર્યુ કે બોફોર્સ ડીલમાં કૌભાંડ થયું છે. 


સોશિયલ મીડિયામાં આ લેખને લઈને કોંગ્રેસ પર કટાક્ષ થઈ રહ્યાં છે. જો કે બોફોર્સનો ઉલ્લેખ ફક્ત શિર્ષકમાં જ અપાયો છે. કોંગ્રેસ રાફેલ ડીલમાં ભાવને લઈને મોદી સરકારને ઘેરી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે રાફેલ ડીલમાં ભાજપે મોટું કૌભાંડ કર્યું છે અને તેમાં કેટલાક બિઝનેસમેનને ફાયદો પહોંચાડવા માટે કોંગ્રેસ સરકારમાં થયેલી ડીલમાં નક્કી કિંમતોથી વધુ કિંમતો પર રાફેલ ડીલ કોંગ્રેસ સરકારમાં થયેલી ડીલમાં નક્કી કિંમતોથી વધુ કિંમત પર રાફેલ ડીલ કરવામાં આવી છે.