નવી દિલ્હીઃ Surya Grahan 2022: આ મહિને એટલે કે ઓક્ટોબરમાં વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ છે અને સૌથી ખાસ વાત છે કે આ ગ્રહણ દિવાળીના બીજા દિવસે એટલે કે 25 ઓક્ટોબરે છે. સૂર્યગ્રહણની અસર ઘણી રાશિઓ પર પડવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સૂર્ય ગ્રહણ ભારતના ઘણા ભાગમાં જોવા મળશે અને તેવામાં તમારે કેટલીક વાત જાણવી ખુબ જરૂરી છે. કારણ કે સૂર્ય ગ્રહણ દરમિયાન કરવામાં આવેલા (Surya Grahan 2022 Kab Hai) કામ કમારા જીવન પર નકારાત્મક પ્રભાવ પાડે છે. આવો જાણીએ સૂર્ય ગ્રહણનો દિવસ તથા સૂતક કાળનો સમય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલો સમય રહેશે સૂતક કાળ
નોંધનીય છે કે 25 ઓક્ટોબરે લાગનાર સૂર્ય ગ્રહણની ખાસિયત છે કે તેને દેશના ઘણા ભાગમાં જોઈ શકાશે. આ ગ્રહણ 25 ઓક્ટોબરે સાંજે 4 કલાક 29 મિનિટે શરૂ થશે અને 5 કલાક 42 મિનિટ પર સમાપ્ત થશે. તેને ભારત સિવાય યૂરોપ, આફ્રિકા મહાદ્વીપના ઉત્તરપૂર્વી ભાગ, એશિયાના દક્ષિણ-પશ્ચિમ ભાગ અને એટલાન્ટિકમાં પણ જોઈ શકાશે. 


સૂર્ય ગ્રહણ લાગવાથી 12 કલાક પહેલા સૂતક કાળ શરૂ થઈ જાય છે અને કાળ ગ્રહણ પૂર્ણ થયા બાદ સમાપ્ત થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂતક કાળમાં કોઈ શુભ કે મંગલ કાર્ય ન કરી શકાય. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ દરમિયાન ઘણી સાવચેતી રાખવી જોઈએ. કારણ કે તેની અસર ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર પણ પડે છે. 


સૂર્ય ગ્રહણના સમયે સૂર્ય દેવ તુલા રાશિમાં રહેશે અને તેને કારણે તુલા રાશિના જાતકો પર ખરાબ પ્રભાવ પડી શકે છે. સૂર્ય ગ્રહણનો સમય તુલા રાશિના જાતકો માટે અનુકૂળ હશે નહીં. પરંતુ કેટલીક રાશિઓ પર સૂર્ય ગ્રહણનો ખુબ સારો પ્રભાવ પડવાનો છે. આવો જાણીએ કઈ રાશિઓ માટે સૂર્ય ગ્રહણ શુભ સાબિત થશે. 


મેષ રાશિ
25 ઓક્ટોબરે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ લાગશે અને આ ગ્રહણ મેષ રાશિના જાતકો માટે ખુબ શુભ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને માન-સન્માન અને પ્રતિષ્ઠા મળશે, સાથે ધનલાભનો પણ યોગ છે. 


કર્ક રાશિ
કર્ક રાશિના લોકોને જાણીને ખુશી થશે કે સૂર્ય ગ્રહણથી તેના જીવનમાં શુભ યોગ બની રહ્યો છે. આ રિશાના જાતકોને ધનલાભ થશે અને આર્થિક સ્થિતિમાં પણ સુધાર થશે. 


કુંભ રાશિ
સૂર્ય ગ્રહણ કુંભ રાશિ માટે પણ શુભ હશે અને આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડશે. આ રાશિના લોકોના જીવનમાં યાત્રાનો યોગ બની રહ્યો છે. 


ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી તમામ જાણકારીઓ સામાજિક અને ધાર્મિક આસ્થાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube