Surya Grahan 2023: સૂર્યગ્રહણ આ 3 રાશિવાળાના જીવનમાં ધરખમ ફેરફાર લાવશે, ધન-સંપત્તિ વધશે, વિરોધીઓ પછડાશે
Surya Grahan 2023 Rashifal: આમ તો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેના અનેક તારણો હોય છે. તે મુજબ જ્યારે પણ સૂર્ય કે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે તેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડે છે.
Surya Grahan 2023 Rashifal: આમ તો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેના અનેક તારણો હોય છે. તે મુજબ જ્યારે પણ સૂર્ય કે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે તેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડે છે. વર્ષ 2023નું પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલના રોજ થશે. જેની અસર ભારતીય સમય મુજબ સવારે 7.03 વાગ્યાથી લઈને બપોરે 12.28 મિનિટ સુધી રહેશે. આ સૂર્યગ્રહણ દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, હિન્દ મહાસાગર અને એન્ટાર્કટિકા વગેરે જગ્યાએ જોવા મળશે. ભારતમાં તેનો પ્રભાવ જો કે જોવા મળશે નહીં. પરંતુ તમામ રાશિઓ પર તેની અસર રહેશે અને બધા સૂતક માન્ય પણ ગણાશે. આ વખતનું સૂર્યગ્રહણ 3 રાશિઓ માટે ખુબ લકી રહેશે. આ ગ્રહણથી આ રાશિના જાતકોની પ્રગતિના નવા દરવાજા ખુલશે અને આવકમાં જબરદસ્ત વધારો જોવા મળશે.
વૃષભ રાશિ
આ સૂર્યગ્રહણ વૃષભ રાશિના જાતકો માટ ખુબ લાભકારી રહેશે. આ સમય નોકરીયાતો માટે એકદમ ખાસ રહેશે. નવી નોકરીની તકો પ્રાપ્ત થશે અને જોબ કરી રહેલા લોકોનું ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશન થઈ શકે છે. આ દરમિયાન ઓફિસમાં બોસનું સાનિધ્ય પ્રાપ્ત થશે. આ દરમિયાન આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને ભૌતિક સુખ સાધનોમાં વધારો થશે.
Dream Astrology: જો સપનામાં આ વસ્તુઓ દેખાય છે તો ચમકી જશે કિસ્મત
Budh Mahadasha:વધી શકે છે સરકારી નોકરી મળવાના ચાન્સ, જાણો કોને લાભ કોને નુકસાન
ઘરની દિવાલમાં અચાનક ઉગતો પીપળો કરે છે બરબાદી તરફ સંકેત, તુરંત કરો આ ઉપાય
મિથુન રાશિ
એપ્રિલ મહિનામાં થનારું સૂર્યગ્રહણ મિથુન રાશિના જાતકો માટે શુભ સમાચાર લઈને આવશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને ઉચ્ચ પદ મળી શકે છે. કોર્ટ કચેરીના કેસોમાં સફળતા મળશે. કોઈને ઉધાર આપેલા પૈસા પાછા મળશે.
ધનુ રાશિ
સૂર્યગ્રહણ ધનુ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો કરશે. કારોબારીઓ માટે આ ગ્રહણ અનુકૂળ પરિણામ લઈને આવશે. આ દરમિયાન નવા ઓર્ડરની પ્રાપ્તિ થશે. જેનાથી વેપારમાં નફો થશે. આ દરમિયાન ભાગ્યનો સાથ મળવાથી દરેક કામ બનવા લાગશે. દાંપત્ય જીવન સુખી રહેશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube