સૂર્ય રાશિ પરિવર્તન 2022: આગામી મહિને બદલાઈ જશે 6 રાશિનું ભાગ્ય, પ્રગતિના નવા દ્વાર ખુલશે
Surya Rashi Parivartan 2022: આ રાશિ પરિવર્તન જ્યાં કેટલીક રાશિઓ માટે કષ્ટદાયી સાબિત થશે, તો કેટલીક રાશિનું ભાગ્ય બદલી જશે. આવો જાણીએ કઈ રાશિ માટે લાભકારી થશે આ પરિવર્તન...
Surya Rashi Parivartan 2022: દરેક ગ્રહ એક ચોક્કસ સમયગાળામાં રાશિ પરિવર્તન કરે છે અને તેને રાશિ ગોચર પણ કહેવામાં આવે છે. પાછલા દિવસોમાં સૂર્યએ કન્યા રાશિમાં પ્રવેશ કર્યો હતો અને સૂર્યના આ રાશિમાં પરિવર્તનને (Zodiac Sign) સંક્રાતિ કહે છે. કન્યા રાશિમાં પ્રવેશ કરવાને કારણે તેનું નામ કન્યા સંક્રાતિ (Sun Transit) પડી ગયું છે. હવે સૂર્ય 18 ઓક્ટોબર સુધી કન્યા રાશિમાં રહેશે અને ત્યારબાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તન લગભગ 12 રાશિઓ પર પ્રભાવ પાડશે. જ્યાં કેટલીક રાશિઓ પર તેની ખરાબ અસર પડશે. તો કેટલીક એવી રાશિઓ છે જેનું ભાગ્ય 18 ઓક્ટોબર બાદ બદલાઈ જશે.
મેષ રાશિ
18 ઓક્ટોબરે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે અને મેષ રાશિ પર તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળશે. મેષ રાશિના જાતકોને જીવનમાં આવી રહેલી મુશ્કેલીથી મુક્તિ મળશે અને કરિયરમાં સફળતા મળશે.
કર્ક રાશિ
સૂર્ય રાશિ પરિવર્તન કર્ક રાશિ માટે ખુબ શુભ અને મંગલદાયી સાબિત થશે. જો તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તો 18 ઓક્ટોબર બાદ તમને તેમાંથી છુટકારો મળી જશે. આ રાશિ પરિવર્તન તમારી નોકરી અને કરિયરના ક્ષેત્રમાં પણ મોટા ફેરફાર લઈને આવશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોને આ જાણીને ખુશી થશે કે સૂર્ય ગોચરથી તેની જિંદગીમાં મોટો ફેરફાર આવશે. તુલા રાશિના જાતકોને આ દરમિયાન લાંબી યાત્રા કરવાની તક મળશે. પાર્ટનરશિપના ક્ષેત્રમાં પણ ખુશીઓ આવશે પરંતુ આ દરમિયાન શત્રુઓથી સાવધાન રહો.
આ પણ વાંચોઃ Vakri Guru 2022: દેવગુરૂ બૃહસ્પતિ 12 વર્ષ બાદ થયા વક્રી, આ 3 રાશિઓનો થશે ભાગ્યોદય
વૃશ્ચિક રાશિ
સૂર્ય રાશિ પરિવર્તનની વૃશ્ચિક રાશિ પર ખુબ શુભ અસર પડશે. આ દરમિયાન તમને ઘણા ક્ષેત્રોમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. વૃશ્ચિક રાશિના જાતકોને જિંદગીમાં આવકના નવા રસ્તા ખુલશે.
ધન રાશિ
ધન રાશિના દશમ ભાવમાં સૂર્ય ગોચર ખુબ શુભ માનવામાં આવે છે અને આ દરમિયાન જાતકોને આર્થિક સમસ્યાથી છુટકારો મળશે. ધન રાશિના જાતકોનું સમાજમાં માન-સન્માન વધશે અને પરિવારનો માહોલ ખુશ રહેશે.
મકર રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિના નવમાં ભાવમાં સૂર્ય ગોચર શુભ હોય છે. આ દરમિયાન યાત્રામાં યોગ બનશે અને માતા-પિતાનો સહયોગ મળશે. પરંતુ આ રાશિના જાતકોએ પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો પડશે બાકી નુકસાન સહન કરવું પડશે.
ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી જાણકારીઓ સામાજિક અને ધાર્મિક આસ્થાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તે માટે કોઈ નિષ્ણાંતની સલાહ લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube