નવી દિલ્હી: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઇપણ વ્યક્તિની કુંડળીમાં સૂર્યની દશા ના માત્ર તેના સ્વાસ્થ્ય, સંપત્તિ અને સુખ-સમૃદ્ધિ પર અસર પાડે છે, પરંતુ તેને રાજાથી રંક બનાવવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કોઇ જાતકની કુંડળીના પ્રથમ ઘરમાં સૂર્યદેવ બિરાજમાન હોય તો તે વ્યક્તિ ચુસ્ત-દુરુસ્ત અને થોડો અભિમાની હોય છે, જ્યારે બીજા ઘરમાં બેઠેલો સૂર્ય વ્યક્તિને માન, પ્રતિષ્ઠા આપે છે પરંતુ તેને પિતૃ સંપત્તિ ભાગ્યે જ મળે છે. ત્રીજા ઘરમાં સૂર્ય વ્યક્તિને શાસન કરાવશે, જ્યારે ચોથા ઘરમાં રહેલો સૂર્ય પરિવારમાં અસંતોષનું કારણ બને છે, પિતાની આર્થિક સ્થિતિને વધુ કથળી જાય છે.


આ પણ વાંચો:- આજે રાજ્યસભામાં રજૂ થશે ખેડૂતો માટે ત્રણ બિલ, સરકારની છે આ ખાસ રણનીતિ


પાંચમાં ઘરમાં સૂર્ય તેની રાશિ પ્રમાણે ફળ આપે છે. છઠ્ઠા ઘરમાં સૂર્ય વ્યક્તિને હિંમતવાન બનાવે છે અને સાતમા ઘરમાં સૂર્ય જીવનસાથી સાથે વધુ સારી રીતે સુમેળ બનાવે છે. આઠમાં ઘરનો સૂર્ય સત્ય પર ચાલનાર, તો નવમાં ઘરનો સૂર્ય જીવનમાં ઉચ્ચ સ્થાન અપાવે છે. જો દસમાં ઘરનો સૂર્ય વ્યક્તિને જીવનમાં સફળ બનાવતો હોય, તો અગિયારમાં ઘરનો સૂર્ય સરકારી નોકરી અપાવે છે. તેવી જ રીતે, બારમાં ઘરમાં બેઠેલા સૂર્યથી વ્યક્તિ તકરારી બને છે.


આ પણ વાંચો:- ભારતના પ્રથમ Crisper Covid-19 testને મળી ડ્રગ કંટ્રોલરની મંજૂરી


આ ઉપરાંત, જો સૂર્ય તમારી કુંડળીમાં નબળી સ્થિતિમાં છે અને તમે તેના કારણે તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમારે નીચે આપેલા જ્યોતિષીય ઉપાય કરવા જ જોઈએ. આ સનાતાની ઉપાય સંપૂર્ણ નિષ્ઠા સાથે કરવાથી તમારી સમસ્યાઓ નિશ્ચિતપણે દૂર થઈ જશે અને તમારું જીવન સૂર્યની જેમ ચમકવા લાગશે:-


  • દરરોજ વહેલી સવારે ઉગતા સૂર્યને "ॐ घृणि सूर्याय नम:" મંત્રનો જાપ કરવાની સાથે જળમાં રોલી મેળવીને અર્પિત કરો

  • સૂર્યને પાણી અર્પિત કર્યા બાદ લાલ આસન પર બેસી દરરોજ પૂર્વ દિશા તરફ મોંઢુ કરી આદિત્યના હૃદયના સ્ત્રોતનો પાઠ કરો.

  • જો તમારી કુંડળીમાં સૂર્ય ઓછો છે, તો પછી ન તો સૂર્ય સંબંધિત વસ્તુઓ લો અને ન તો કોઈને આપો.

  • કોઈ જ્યોતિષની સલાહ લીધા બાદ ઓછામાં ઓછા 5થી 7 રત્તીનો રૂબી તાંબાની વીંટીમાં બનાવી તેને રવિવારના દિવસે ધારણ કરો.

  • સૂર્યનો આશીર્વાદ મેળવવા માટે તમારા પિતા અને માતાની વિશેષ સેવા કરો. ભુલથી પણ તેમને કોઈ પ્રકારનું દુ:ખના પહોંચાડો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube