ભારતના પ્રથમ Crisper Covid-19 testને મળી ડ્રગ કંટ્રોલરની મંજૂરી

 ટાટા ગ્રુપને  ભારતીય દવાના નિયંત્રક જનરલ (ડીજીસીઆઈ) પાસેથી દેશની પ્રથમ ક્રિસ્પર કોવિડ-19 ટેસ્ટ (Crisper Covid-19 test)ને વાણિજ્યિક રૂપથી શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે.   

Updated By: Sep 19, 2020, 11:48 PM IST
 ભારતના પ્રથમ Crisper Covid-19 testને મળી ડ્રગ કંટ્રોલરની મંજૂરી

મુંબઈઃ ટાટા ગ્રુપને  ભારતીય દવાના નિયંત્રક જનરલ (ડીજીસીઆઈ) પાસેથી દેશની પ્રથમ ક્રિસ્પર કોવિડ-19 ટેસ્ટ (Crisper Covid-19 test)ને વાણિજ્યિક રૂપથી શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. ટાટા સન્સે એક નિવેદન જારી કરીને તેની જાણકારી આપી છે. 

કંપનીએ કહ્યું કે, આ તપાસ (Covid-19 Tracker)નું ચોક્કસ પરિણામ આપવામાં પરંપરાગત આરટી-પીસીઆર ટેસ્ટિંગની સમકક્ષ છે. આ સિવાય તે સસ્તુ અને ઓછા સમયમાં પરિણામ આપે છે. આ પદ્ધતિનો પ્રયોગ ભવિષ્યમાં અન્ય મહામારીઓના ટેસ્ટિંગ માટે પણ કરી શકાશે. 

કંપનીએ કહ્યું કે, ટાટા ક્રિસ્પર ટેસ્ટિંગ સીએએસ9 પ્રોટીનનો ઉપયોગ કરનાર પ્રથમ વિશ્વનું એવું ટેસ્ટિંગ છે, જે સફળતાપૂર્વક કોવિડ-19 મહામારીને ફેલાવનાર વાયરસની ઓળખ કરી લે છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube