મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ શુક્રવારે ચાર લોકોની ધરપકડ કરી લીધી. એક અધિકારીએ આ જાણકારી આપી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલા ચર લોકોમાંથી એકના ઘરે રેડ પાડતાં એનસીબીને 928 ગ્રામ ચરસ અને કેસ મળી આવી હતી. ત્રણ આન્ય શંકાસ્પદોને અલગથી કસ્ટડીમાં લેવામાં આવ્યા અને તેમની પાસેથી લગભગ 500 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.   

Credit-Debit કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 30 સપ્ટેમ્બરથી બદલાશે RBI ના આ નિયમ


અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંઇ એનસીબીની એક ટીમે અંકુશ અરેંજા પાસેથી ડ્રગ તસ્કરો વિશે ગુપ્ત માહિતીના આધારે એક શંકાસ્પદને વર્સોવાથી પકડી પાડ્યો હતો. 29 વર્ષીય અરેંજા સાથે પૂછપરછ દરમિયાન આ સંદિગ્ધનું નામ સામે આવ્યું હતું. રેડમાં ટુકડીને 928 ગ્રામ ચરસ અને 4,36,000 રૂપિયા કેશ મળી આવ્યા હતા. 

આવી રહી છે તમારી વ્હાલી કાર Maruti Alto નો નવો અવતાર, જાણો કેટલી હશે કિંમત?


એનસીબીએ ત્રણ અન્ય શંકાસ્પદોને પણ પકડી પાડ્યા જેમની પાસેથી કુલ 490 ગ્રામ ગાંજો મળી આવ્યો. અરેંજા એનસીબી દ્વારા પહેલાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાંથી એક છે. કસ્ટડીમાં લેવામાં આવેલા તમા શંકાસ્પદો સાથે પૂછપરછ ચાલી રહી છે. આ કેસમાં એનસીબી રિયા ચક્રવર્તી અને તેમના ભાઇ શોવિક સહિત 12થી વધુ લોકોને કસ્ટડીમાં લઇ ચૂકી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube