નવી દિલ્હીઃ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા છે. સ્પષ્ટ રીતે બોલવું તેમનો સ્વભાવ છે. સુશાંત આપઘાત કેસમાં પણ સ્વામી એક સક્રિય ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યાં છે. વકીલની નિમણૂક કરવાથી લઈને પીએમને પત્ર લખવા સુધી, સ્વામીએ સુશાંત કેસ પર ખાસ ભાર આપ્યો છે અને સીબીઆઈ તપાસની માગ પણ ઉગ્ર બનાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતના આપઘાતને ગણાવી હત્યા
હવે સુબ્રમણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પર એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સુશાંત સિંહ રાજપૂતના આપઘાતને હત્યા ગણાવી છે. તેમણે તેના 26 કારણો પણ જણાવી દીધા છે. સ્વામી પ્રમાણે સુશાંતના રૂમમાં એન્ટી ડિપ્રેશન ડ્રગ્સ જે મળ્યા છે, બની શકે કે કોઈએ ત્યાં પ્લાન્ટ કરી દીધા હોય. તેમણે ફાંસીનો ફંદો બનાવવા માટે ઉપયાગ કરવામાં આવેલા કપડા પર પણ સવાલ કર્યો છે. સ્વામી પ્રમાણે સુશાંતની ડોક પર મળેલા નિશાન બેલ્ટ જેવી વસ્તુના લાગે છે. કહેવામાં તો તે આવે છે કે સુશાંત 14 જૂને સવારના સમયે વીડિયો ગેમ રમી રહ્યો હતો. સ્વામીને લાગે છે કે કોઈ વ્યક્તિ જે ડિપ્રેસ્ડ હોય તો આવી વીડિયો ગેમ ન રમી શકે. કોઈ અંતિમ ચીઠ્ઠી ન મળવી પણ સ્વામીને ખટકી રહી છે અને તેઓ હત્યા ગણાવી રહ્યાં છે. તેમણે અન્ય દાવાઓ પણ રજૂ કર્યાં છે. હવે તેમાંથી કેટલા સાચા અને કેટલા ખોટા તે તપાસનો વિષય છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube