સુશાંતનું મર્ડર થયું, મહારાષ્ટ્ર સરકાર કોઇને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે: નારાયણ રાણે
નારાયણ રાણેએ કહ્યું કે `સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી નથી. તેમની હત્યા થઇ છે. મહારાષ્ટ્ર સરકાર કોઇને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. સરકાર કેસ પર ધ્યાન આપી રહી નથી.
મુંબઇ: મહારાષ્ટ્રથી ભાજપના સાંસદ નારાયન રાણેએ સુશાંત સિંહ રાજપૂત મર્ડર કેસ મામલે પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં 50 દિવસથી વધુ સમયનો વિલંબ કરવા પર મંગળવારે સવાલ ઉઠાવ્યો છે. સાથે જ તેમણે દિવંગત અભિનેતાની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોતની તપાસની માંગ કરી છે.
નારાયણ રાણેએ કહ્યું કે 'સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી નથી. તેમની હત્યા થઇ છે. મહારાષ્ટ્ર સરકાર કોઇને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. સરકાર કેસ પર ધ્યાન આપી રહી નથી.
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે સાલિયાનનું મોત આઠ જૂનના રોજ થઇ હતી પરંતુ તેમનું પોસ્ટમોર્ટમ 11 જૂનના રોજ કરવામાં આવ્યું, જે આશ્વર્યજનક છે.
સુશાંત સિંહ રાજપૂત પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube