પટનાઃ બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપ નેતા સુશીલ કુમાર મોદીએ આરજેડી સુપ્રીમો લાલૂ યાદવને લઈને મોટો ખુલાસો કર્યો છે. સુશીલ મોદીએ આરોપ લગાવ્યો કે રાંચીમાં જેલની સજા કાપી રહેલા લાલૂ યાદવ સતત મોબાઇલ ફોન દ્વારા એનડીએ ધારાસભ્યોનો સંપર્ક કરી રહ્યાં છે અને તેમને મહાગઠબંધનમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લાલૂ હાલ રિમ્સ હોસ્પિટલના કેલી બંગલામાં રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશીલ મોદીએ આરોપ લગાવ્યો લે લાગૂ યાદવે મોબાઇલ નંબર 805121 6302ના માધ્યમથી એનડીએ ધારાસભ્યોને મહાગઠબંધનમાં સામેલ થવા બદલ મંત્રી બનાવવાની લાલચ આપી રહ્યા છે. 


લવ જેહાદઃ ઉત્તર પ્રદેશ કેબિનેટે અધ્યાદેશને આપી મંજૂરી, 10 વર્ષની સજાની જોગવાઈ  

તે વાતની સંપૂર્ણ સંભાવના છે કે વિધાનસભા સ્પીકર પદ માટે ચૂંટણી નિશ્ચિત છે અને તેવામાં લાગૂ પ્રસાદ તરફથી એનડીએ ધારાસભ્યોને તોડવાના ષડયંત્રનો આરોપ ખુબ ગંભીર છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube