નવી દિલ્હીઃ બિહારમાં રાજકીય માહોલ ફરી ગરમાયો છે. શિક્ષણ મંત્રી મેવાલાલ ચૌધરીના રાજીનામા બાદ રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. આરજેડી નેતા તેજસ્વી યાદવના આકરા પ્રહાર બાદ તેમના પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ નિશાન સાધ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશીલ કુમાર મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, તેજસ્વી યાદવે રાજીનામું આપી દેવુ જોઈએ કારણ કે તે ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા IRCTC કૌભાંડમાં ન માત્ર ચાર્જશીટેડ પરંતુ જામીન પર છે. કોરોનાને કારણે ટ્રાયલ રોકાયેલી છે. કોઈપણ દિવસે ટ્રાયલ શરૂ થઈ શકે છે. 


 PoKમા ભારતીય સેનાએ કરી એર સ્ટ્રાઇક, આતંકવાદીઓના લોન્ચ પેડ પર મોટો હુમલો

મહત્વનું છે કે આરજેડી છેલ્લા 2 દિવસથી સત મેવાલાલ ચૌધરી વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપને લઈને અને તેની પત્નીના શંકાસ્પદ મોતના મામલામાં કથિત સંડોવણીને લઈને તપાસની માગ કરી રહી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube