નવી દિલ્હી: ત્રણ વર્ષ પહેલાં ઇરાકના મોસુલમાં ગુમ થયેલા 39 ભારતીયોના મોત નિપજ્યા છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં આ વાતની જાણકારી આપી હતી. સુષ્મા સ્વરાજે  જણાવ્યું હતું કે બધા ભારતીયોને ISIS મારી દીધા છે, ત્યારબાદ મૃતદેહોને બગદાદ મોકલી દેવામાં આવ્યા હતા. અમે DNA સેંપલ દ્વારા બધા મૃતદેહોની તપાસ કરાવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું કે જે હરજીત મસીહની કહાની હતી, તે સાચી ન હતી. જે 39 લાશ મળી છે, તેમાંથી 38ના ડીએનએ મેચ થયા છે અને 39માની તપાસ ચાલી રહી છે. સુષ્માએ જણાવ્યું હતું કે અમે પહાડનું ખોદકામ કરી લાશો કાઢી હતી, જનરલ વીકે સિંહ ત્યાં ગયા અને પુરાવા શોધવાની મહેનત કરી. તેમણે જણાવ્યું કે સૌથી પહેલાં સંદીપ નામના એક વ્યક્તિના ડીએનએ મેચ કરવામાં આવ્યા હતા. 


સુષ્માએ જણાવ્યું કે વીકે સિંહ ઇરાક ગયા, બધા મૃતદેહોને લાવવામાં આવ્યા. સૌથી પહેલાં જહાજ અમૃતસર જશે અને ત્યારબાદ પટના, પશ્વિમ બંગાળ જશે. સુષ્માએ રાજ્યસભામાં જણાવ્યું કે ડીપ પેનિટ્રેશન રડારના માધ્યમથી બોડીને જોવામાં આવી હતી. ત્યારબાદ બધી લાશોને બહાર કાઢવામાં આવી. જેમાં ઘણા નિશાન મળ્યા હતાઅ ને ડીએનએની તપાસની પુષ્ટિ થઇ છે. વિદેશ મંત્રીએ જણાવ્યું કે 3 વર્ષો સુધી આ શોધખોળ ચાલતી રહી.