LIVE: ત્રિરંગામાં લપેટવામાં આવ્યો સુષમાજીનો પાર્થિવ દેહ, પતિ-દીકરીએ સેલ્યુટ કરી આપી વિદાય
ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું 67 વર્ષની વયે એઈમ્સમાં નિધન થયું છે. મંગલવારે રાત્રે હૃદયરોગના હુમલા પછી અત્યંત નાજુક સ્થિતિમાં તેમણે રાત્રે 9.00 કલાકે હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરોનાં પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના ઘરે જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. હવે થોડા સમયમાં જ તેમનો નશ્વર દેહ અનંત સફરે લઈ જવાશે.
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું 67 વર્ષની વયે એઈમ્સમાં નિધન થયું છે. મંગલવારે રાત્રે હૃદયરોગના હુમલા પછી અત્યંત નાજુક સ્થિતિમાં તેમણે રાત્રે 9.00 કલાકે હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરોનાં પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના ઘરે જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. હવે તેમના નશ્વર દેહને અંતિમ સફરે લઈ જવાઈ રહ્યો છે.
LIVE અંતિમ યાત્રા
3.40: પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજના અંતિમ સંસ્કાર લોધી રોડ ખાતે આવેલા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવાના છે.
3.35 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ સ્મશાન ગૃહ પહોંચી ચૂક્યા છે.
3.30 : રાજનાથ સિંહ, પિયુષ ગોયલ, જે.પી. નડ્ડાએ કાંધ આપી હતી.
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....