ત્રિવેંદ્રમથી મોરેશિયસનાં રૂટમાં સુષ્મા સ્વરાજનું પ્લેન 15 મિનિટ સુધી ગુમ થયું
વિદેશ મંત્રી દક્ષિણ આફ્રીકાની યાત્રા પર ગયા છે તેમનાં એરક્રાફ્ટ સાથે 15 મિનિટ સુધી સંપર્ક તુટી જતા અધિકારીઓનાં જીવ તાળવે ચોંટ્યા
નવી દિલ્હી : અચાનક વીવીઆઇપી એરક્રાફ્ટ મેઘદૂત સાથે સંપર્ક તુટ્યાના કારણે શનિવારે ઓથોરિટી દોડતી થઇ હતી. આ એરક્રાફ્ટમાં વિદેશ મંત્રી સુષ્માસ્વરાજ ત્રિવેંદમથી મોરેશિયસની યાત્રા કરી રહ્યા હતા. વિદેશમંત્રી દક્ષિણ આફ્રીકાની યાત્રા પર ગયા છે. આશરે 12-14 મિનિટ સુધી સંપર્ક તુટી ગયો હતો. આ મુદ્દે જોડાયેલા અધિકારીનો ડર તે સમયે વધી ગયો જ્યારે સુષ્મા સ્વરાજના એરક્રાફ્ટથી આશરે 12-14 મિનિટમાં સંપર્ક તુટી ગયો હતો. જ્યારે સુષ્મા સ્વરાજે એરક્રાફ્ટ તેનાં એરસ્પેસમાં જઇ ચુક્યો હતો.
એર ટ્રાફીક કંટ્રોલનુ કામ જોતા એરપોર્ટ ઓથોરિટીનાં એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, અમારા સમુદ્રી એરસ્પેસ, એ ટ્રાફીક કંટ્રોલે પ્લેન ગુમ થઇ ગયુ હોવાની જાહેરાત કર્યાનાં આશરે 30 મિનિટ સુધી રાહ જોવામાં આવી. ત્યાર બાદ ફ્લાઇટ મોરેશિયસનાં એરસ્પેસમાં પ્રવેશ કર્યાની 12 મિનિટ બાદ મોરેશિયસ ઓથોરિટીએ એલાર્મ બટન દબાવી દીધું હતું. કારણ કે ફ્લાઇટ સાથે સંપર્ક થઇ રહ્યો નહોતો.
જો કે વિદેશ મંત્રાલયે આ અંગે કોઇ જ માહિતી નહી હોવા અંગે જણાવ્યું હતું. મોરેશિયસે ત્યાર બાદ "INCERFA"ની જાહેરાત કરી. જેનો અર્થ થાય છે વિમાન અને તેની યાત્રીની સુરક્ષા અંગે કોઇ માહિતી નહી હોવી. ત્યાર બાદ તેમણે ચેન્નાઇ એરટ્રાફીક કંટ્રોલનો સંપર્ક કર્યો. આ અંતિમ ઉડ્યન માહિતી કેન્દ્ર હતું જેને મેઘદુત એમ્બ્રાયર ઇઆરજે 135નાં સંપર્કમાં રાખવામાં આવ્યું હતું.
એરક્રાફ્ટે ત્રિવેન્દ્રથી સાંજે 4 વાગ્યે ઉડ્યન કરી હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જણાવ્યું કે, લોકલ એટીસીએ તેને ચેન્નાઇ એઆઇઆર (ફ્લાઇટ ઇન્ફોર્મેશન રીઝન)ને પાસ કરી દીધું અને ચેન્નાઇએ મોરેશિયન એસઆઇઆરને (એક પ્લેન ઉડ્યન દરમિયાન એફઆઇઆરમાં રહે છે, જેમાં તે તે ઉડ્યન ક્ષેત્રમાં સંપર્કમાં રહે છે) એક વખત જ્યારે એલાર્મનો અવાજ આવ્યો એટલે ભારતીય એટીસીએ પણ વીએચએફ દ્વારા પ્લેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આખરે ફ્લાઇટનાં પાયલોટે મોરેશિયસનો સંપર્ક કરવામાં સફળ રહ્યા હતા. ત્યાર બાદ બધાનાં જીવમાં જીવ આવ્યો હતો.