નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીર પોલીસે આતંકવાદી ષડયંત્રની સમય પર જાણ થતા મોટી દૂર્ઘટના સર્જાતા અટકાવી છે. રાજ્યના રાજૌરી જિલ્લામાં પોલીસને આઈઈડી (Improvised Explosive Device) સામગ્રીની જાણકારી મળી હતી. એવી જાણકારી મળી હતી કે, આતંકવાદીઓએ જમ્મૂ પુંછ હાઇવેને નિશાન બનાવવા માટે કલ્લારની પાસે આઈઈડી વિસ્ફોટ કરવાનો પ્લાન બનાવ્યો છે. જમ્મૂ કાશ્મીર પોલીસે સેના અને સીઆરપીએફની સાથે મળીને આતંકવાદીઓના ષડયંત્રને નિષ્ફળ કરવાનો પ્લાન બનાવ્યો અને સર્ચ ઓપરેશન દરમિયાન તેમને શંકાસ્પદ આઈઈડી મળ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આજથી શરૂ થયા ‘નૌતપા’: આ દિવસો લોકો માટે રહેશે આકરા, જાણો શું છે કારણ...


જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળના સહયોગથી વિસ્ફોટ ટુકડી આ વિસ્ફોટકને નિષ્ફળ કરવામાં સક્ષમ રહી છે. જુઓ વીડિયો...


ઓપરેશન સફેદ સાગર: બર્ફિલા પર્વતોમાં છૂપાયેલા દુશ્મનો પર વાયુસેનાએ કર્યો હુમલો


તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં મોહમ્મદ ઈસહાક (ઉં 18) ઘયાલ થયો છે. તે પોખરણી ગામમાં તેના ઘરમાં સુતો હતો. અધિકારીએ કહ્યું કે, ઘાયલ કિશોરને તાત્કાલીક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. અત્યારે તેની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, બંને તરફથી ગોળીબાર થોડા સમય સુધી ચાલ્યો હતો.
(ઇનપુટ: ભાષા)


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...