ઓપરેશન સફેદ સાગર: બર્ફિલા પર્વતોમાં છૂપાયેલા દુશ્મનો પર વાયુસેનાએ કર્યો હુમલો
કારગિલ યુદ્ધને આ વર્ષે 20 વર્ષ પુરા થઇ રહ્યાં છે. કારગિલના ઊંચા પહાડો પર પાકિસ્તાનની સેનાએ કબ્જો જમાવ્યો હતો. તેને મુક્ત કરાવવા માટે 25 મે, 1999 ના રોજ ભારતીય વાયુસેનાને આક્રમણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો
Trending Photos
નવી દિલ્હી: કારગિલ યુદ્ધને આ વર્ષે 20 વર્ષ પુરા થઇ રહ્યાં છે. કારગિલના ઊંચા પહાડો પર પાકિસ્તાનની સેનાએ કબ્જો જમાવ્યો હતો. તેને મુક્ત કરાવવા માટે 25 મે, 1999 ના રોજ ભારતીય વાયુસેનાને આક્રમણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણાયક પગલાની સાથે જ દુશ્મનના અંતની શરૂઆત થઇ હતી. આદેશ મળ્યાના બીજા દિવસે વાયુસેનાએ ઓપરેશન સફેદ સાગરના નામથી કારગિલમાં દુશ્મનોની પોઝીશન અને સપ્લાય લાઇન પર હુમલો કર્યો હતો.
વાયુસેનાએ પહેલો હુમલો 26 મે, 1999ની સવારે 6:30 વાગે શરૂ કર્યો હતો. આ હુમલાના મિગ-21, મિગ-27 એમએલ અને મિગ-23બીએન લડાકૂ વિમાનોએ અંજામ આપ્યો હતો. આ ઘટનાના 20 વર્ષ બાદ ભારતીય વાયુસેનાએ તસવીરોના માધ્યમથી આ ઓપરેશનની તસવીરો પ્રથમ વખત દુનિયાની સામે મુકી છે. હુમલાના સમયે મિગ-29ના લડાકૂ વિમાનોને કવર આપવાની સાથે એર ડિફેન્સનું કામ કર્યું હતું. હુમલા બાદ કેનબેરાએ દુશ્મનના નુકસાનની રેકી પણ કરી હતી.
#RememberingKargil #OpSafedSagar Morning of 26 May 1999: IAF commenced air ops by attacking enemy positions & supply lines. First strike was launched at 0630hrs by MiG-21, MiG-27ML & MiG-23BN fighters. pic.twitter.com/CMPb2cYv8C
— Indian Air Force (@IAF_MCC) May 26, 2019
‘કારગિલ પ્લાન બનાવનારે વિચાર્યું કે ભારત જવાબ આપશે નહીં’
ઉલ્લેખનીય છે કે, કારગિલ યુદ્ધના રહસ્યોને ઉદ્ધાટિત કરનારી ઘણી પુસ્તકો પ્રકાશિત થઇ છે. આ કડીમાં જો કે, એક પાકિસ્તાની લેખિકાની પુસ્તક પ્રકાશિત થઇ હતી. આ પુસ્તકમાં કહેવામાં આવ્યું હતું કે, કારગિલ યુદ્ધની યોજના બનાવનારે આ વિચારીને મોટી ભુલ કરી કે ભારત જવા આપશે નહીં. પરંતુ એવું થયું નહીં અને ભારતે જબરદસ્ત જવાબ આપ્યો તથા આ કારણે પાકિસ્તાની સેના દ્વારા ઘણાં લોકો માર્યા ગયા હતા. ‘ફ્રોમ કરગિલ ટૂ ધ કૂ: ઇવેન્ટ્સ ધેટ શૂક પાકિસ્તાન’ પુસ્તકની લેખિકા નસીમ ઝેહરાએ તેમની પુસ્તકમાં આ દાવો કર્યો હતો.
વધુમાં વાંચો: હું જાણું છું કે આગામી દિવસો વધુ મુશ્કેલ આવવાના છે, કોંગ્રેસ દરેક પડકારને પાર કરશેઃ સોનિયા ગાંધી
તેમણે કેટલાક જનરલોની ભૂમિકા વિશે વિસ્તારમાં ચર્ચા કરી, જેમણે ઓક્ટોબર/નવેમ્બર 1998માં કારગિલ ઓપરેશનની યોજના બનાવી હતી. ભારતની સામે 1999ના કારગિલ યુદ્ધ બનાવનાર કેટલાક પાકિસ્તાની જનરલોને તાત્કાલીન સેના પ્રમુખ પરવેઝ મુશર્રફની પ્રશંસા કરતા કહ્યું કે, તેઓ આ ઓપરેશનને અંજામ આપવા માટે તેમના પૂર્વાધિકારીઓ કરતા ઘણા વધારે સાહસી હતા.
#RememberingKargil #OpSafedSagar Twenty years ago today Indian Air Force was given the GO AHEAD to launch aerial counteroffensive in the #KargilWar. This decisive step would go on to be the enemy's nemesis and the beginning of the end of his occupation.https://t.co/gaqpQ7SEb7 pic.twitter.com/nCky1MTlPW
— Indian Air Force (@IAF_MCC) May 25, 2019
કારગિલ યુદ્ધની યોજના માટે જનરલ મુશર્રફ અને ત્રણ અન્ય જનરલોની વાતચીતનો ઉલ્લેખ કરતા ઝેહરાએ કહ્યું કે, ‘જો કારગિલ ઓપરેશન એટલું સરળ હોત તો આ પહેલા કેમ કરવામાં આવ્યું નહીં? એક જનરલે જવાબ આપ્યો છે કે, તમારાથી (મુસર્રફ) વધારે કોઇ પણ જનરલ સાહસી ન હતા અને માત્ર તમે (મુશર્રફ) જ તેને અંજામ આપી શક્યા.’ ત્રણ જનરલોએ એવું પણ કહ્યું કે, આ ઓપરેશનમાં તેમણે તેમના જીવને જોખમમાં મૂક્યો હતો.
તેમણે કહ્યું કે, મે 1999 સુધી ભારતને કારગિલ યોજનાની કોઇ જાણકારી ન હતી. તેમણે (જનરલો) એ મહત્વપૂર્ણ અધિકારીને જણાવ્યા વગર સૈનિકોને આગળ મોકલી દીધા. જ્યારે કારગિલ સંઘર્ષ થયું ત્યારે મારા જેવા પત્રકારોએ આ વાત પર વિશ્વાસ કર્યો કે, આ મુઝાહિદીનનું કામ છે. ઝહેરાએ કહ્યું કે, અસૈન્ય સરકાર અને ગુપ્ત એજન્સીઓ સહિત અન્ય સંસ્થાઓ તથા એર ફોર્સ પ્રમુખને કારગિલ ઓપરેશન વિશે અંધારામાં રાખવામાં આવ્યા હતા.
Mig-29 on Combat Air Patrol provided Air Defence cover to strike aircraft. Post strike, Canberra carried out recce to assess the damage inflicted on the enemy. pic.twitter.com/fAfL2G6aOM
— Indian Air Force (@IAF_MCC) May 26, 2019
નવાદ શરીફ
તેમણે જણાવ્યું હતું કે, જ્યારે નવાજ સરીફને કારગિલ ઓપરેશન શરૂ કર્યા પછી જણાવવામાં આવ્યું, ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે, તમે કાશ્મીરના વિજેતા બની જશો. તેના પર વિદેશ મંત્રીએ હસ્તક્ષેપ કર્યો અને કહ્યું કે, કાશ્મીર મુદ્દા પર બંને દેશો વચ્ચે વાતચીત ચાલું છે. ત્યારે જનરલે કહ્યું કે, તમે વાતચીત દ્વારા કાશ્મીર કઇ રીતે લઇ શકો છો? ઝહેરાએ જણાવ્યું કે જ્યારે રક્ષા સચિવે શરીફને આ જણાવ્યું કે, પાકિસ્તાન નિયંત્રણ રેખા (એલઓસી) ક્રોસ કરી ગયું છે, ત્યારે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, શરીફે ત્યારે ઓપરેશનનું સમર્થ કર્યું કેમકે તે રાષ્ટ્રના હિતમાં હતું. તેમણે કહ્યું કે, ભારતના વડતા પ્રહાર પર શરીફ અમેરીકા રવાના થઇ ગયા, જ્યાં તાત્કાલીન અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનને તેમણે કહ્યું કે, તમારે કારગિલથી બહાર નકળવું પડશે.
કારગિલ વિજય દિવસ
26 જુલાઇ દેશમાં કારગિલ વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ યુદ્ધમાં આ તારીકે આપણે પાકિસ્તાન પર વિજય હાંસલ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા ભારત પર કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ કરવા માટે ભારતે ઓપરેશન વિજયના નામથી બે લાખ સૈનિકોને તૈનાત કર્યા અને તેમાં 527 ક્યારે પરત ફરી આવ્યા નહીં.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે