બિહારઃ ડેપ્યુટી CM પર ફસાયો મામલો! રાજનાથ સિંહ, નીતીશ કુમારે ટાળ્યો સવાલ
નીતીશ કુમારને પત્રકારોએ પૂછ્યુ કે કાલે સુશીલ મોદી પણ શપથ લેશે. તેના પર તેમણે કહ્યું કે, તેની જાણકારી થોડીવાર પછી મળશે. જ્યારે સવારથી સુશીલ મોદી નાયબ મુખ્યમંત્રી બનશે તેવા સમાચાર આવી રહ્યા હતા.
પટનાઃ બિહારમાં ડેપ્યુટી સીએમનો મામલો ફસાયો છે. શપથ ગ્રહણની તારીખ અને સમય નક્કી થયા બાદ પણ ભાજપના નેતાઓની બેઠક ચાલી રહી છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે સુશીલ મોદી એકવાર ફરી બિહારના ડેપ્યુટી સીએમ બનવાના છે. પરંતુ રાજ્યપાલ ફાગૂ ચૌહાણ સાથે મુલાકાત બાદ નીતીશ કુમારને જ્યારે મીડિયાએ ડેપ્યુટી સીએમને લઈને સવાલ પૂછ્યો તો તેમના જવાબથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે.
ડેપ્યુટી સીએમ પર સસ્પેન્સ યથાવત
નીતીશ કુમારને પત્રકારોએ પૂછ્યુ કે કાલે સુશીલ મોદી પણ શપથ લેશે. તેના પર તેમણે કહ્યું કે, તેની જાણકારી થોડીવાર પછી મળશે. જ્યારે સવારથી સુશીલ મોદી નાયબ મુખ્યમંત્રી બનશે તેવા સમાચાર આવી રહ્યા હતા.
રાજનાથે સ્પષ્ટ ન કરી તસવીર
આ રીતે કેન્દ્રથી આવેલા પર્યવેક્ષક રાજનાથ સિંહે પણ બિહારમાં ડેપ્યુટી સીએમપર સ્પષ્ટ જવાબ આપ્યો નથી. પટનામાં રાજનાથ સિંહે કહ્યુ કે, જ્યારે ડેપ્યુટી સીએમનો નિર્ણય લેવામાં આવશે તો જણાવી દેવામાં આવશે. રાજનાથ સિંહ જ્યારે નિવેદન આપી રહ્યા હતા તે સમયે સુશીલ મોદી તેમની બાજુમા ઉભા હતા. પત્રકારોએ રાજનાથ સિંહને ઘણીવારપૂછ્યુ પરંતુ રાજનાથ સિંહે ભાર આપીને કહ્યુ કે, જ્યારે નાયબ મુખ્યમંત્રી નક્કી થશે તો જાણકારી આપવામાં આવશે.
નીતીશ કુમારે રજૂ કર્યો સરકાર બનાવવાનો દાવો, કાલે સાંજે 4.30 કલાકે લેશે શપથ
સુશીલ કુમાર મોદી વગર રાજ્યપાલને મળ્યા નીતીશ
મહત્વનું છે કે આજે નીતીશ કુમાર રાજ્યપાલ ફાગૂ ચૌહાણને એકલા મળવા ગયા અને તેમણે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. જ્યારે 2005થી સુશીલ મોદી તેમની સાથે રાજ્યપાલને મળવા જતા રહ્યા છે અને બંન્ને સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરતા હતા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube