દિલ્હી: IGI એરપોર્ટના ટર્મિનલ 3 પર RDX ભરેલી બેગ મળી, સુરક્ષા વધારાઈ
ઈન્દિરા ગાંધી એરપોર્ટના ટર્મિનલ 3 પર RDX વિસ્ફોટકોથી ભરેલી એક શંકાસ્પદ બેગ મળી આવતા સુરક્ષાકર્મીઓના હોશ ઉડ્યા છે. આ ઘટના બાદ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
નવી દિલ્હી: ઈન્દિરા ગાંધી એરપોર્ટના ટર્મિનલ 3 પર RDX વિસ્ફોટકોથી ભરેલી એક શંકાસ્પદ બેગ મળી આવતા સુરક્ષાકર્મીઓના હોશ ઉડ્યા છે. આ ઘટના બાદ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. વાત જાણે એમ છે કે રાતના લગભગ એક વાગ્યાની આસપાસ આ બેગ ટર્મિનલ 3 પર મળી આવી હતી.
મળતી માહિતી મુજબ દિલ્હીના ઈન્દિરા ગાંધી નેશનલ એરપોર્ટ પર રાતે એક વાગ્યાની આસપાસ ટર્મિનલ 3 પર એક શંકાસ્પદ બેગ મળી આવતા અફરાતફરી મચી ગઈ. CISF કોન્સ્ટેબલ વી કે સિંહને ટર્મિનલ 3ના અરાઈવલ એરિયામા પીલર ફોર નજીક એક બ્લેક કલરની ટ્રોલી બેગ લગભગ રાતે એક વાગ્યાની આસપાસ લાવારિસ સ્થિતિમાં મળી આવી. તેમણે તરત જ પોતાના શિફ્ટ ઈન્ચાર્જને આ અંગે જાણ કરી. ત્યારબાદ તેની ઈવીડી ચેકિંગ થયું અને તેમાં આરડીએક્સ હોવાના પોઝિટિવ સંકેત મળ્યાં.
જુઓ LIVE TV