કોલકત્તાઃ પશ્વિમ બંગાળમાં નેતા વિપક્ષ અને બીજેપી લીડર સુવેન્દુ અધિકારીએ બુધવારે મોટું નિવેદન આપીને હડકંપ મચાવી દીધો.  તેમણે ભાજપના સૂત્ર સબકા સાથ સબકા વિકાસને બદલવાની વાત કરી. તેની જગ્યાએ તેમણે જે અમારી સાથે, અમે તેમની સાથે એવું સૂત્ર આપ્યું ત્યારે કેમ સુવેન્દુ અધિકારીએ આવું નિવેદન આપ્યું? જોઈશું આ અહેવાલમાં... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 વર્ષથી પીએમ મોદી આ મંત્રના સહારે દેશને પ્રગતિના પંથે લઈ જવાની વાત કરતાં રહ્યા છે. તેને એક ઝટકામાં કેમ ચકનાચૂર કરી રહ્યા છે ભાજપના નેતા. આ નેતા બંગાળમાં ભાજપના મોટા નેતા છે તેમનું નામ છે સુવેન્દુ અધિકારી. લોકસભાની ચૂંટણીમાં પશ્વિમ બંગાળમાં મળેલા હારનું દર્દ ઓછું પણ થયું નહોતું અને ચાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ. જેમાં ભાજપ ચારેય બેઠક હારી ગયું ત્યારબાદ પ્રદેશની કાર્યકારિણીની બેઠક થઈ. તેમાં સુવેન્દુ અધિકારી પીએમ મોદીની બુનિયાદી નીતિઓ પર વરસી પડ્યા. 


અમે જીતીશું, અમે હિંદુઓ અને બંધારણને બચાવીશું. મેં રાષ્ટ્રવાદી મુસ્લિમો વિશે વાત કરી. તમે બધાએ કહ્યું - સબકા સાથ, સબકા વિકાસ. પરંતુ હવે અમે તે નહીં બોલીએ. હવે અમે કહીશું - જે અમારી સાથે, અમે તેમની સાથે. સબકા સાથ સબકા વિકાસ બંધ કરો. અલ્પસંખ્યક મોરચાની જરૂર નથી. જય શ્રીરામ, જય શ્રીરામ.


આ પણ વાંચોઃ UPમાં ડખા, શું યોગી બદલાય છે? એક મોટા નેતાએ PM મોદી સાથે કરી 1 કલાક બેઠક


સબકા સાથ સબકા વિકાસ મંત્રથી સુવેન્દુ અધિકારીનો મોહભંગ લોકસભાની ચૂંટણીના પરિણામમાં સ્પષ્ટપણે દેખાય છે. 2019માં ભાજપને 18 લોકસભા બેઠક મળી હતી. તે 2024માં ઘટીને 12 થઈ ગઈ. રાજ્યમાં 4 વિધાનસભાની બેઠક પરની પેટાચૂંટણીમાં ચારેય TMC જીતી ગયું તો ભાજપે જીતેલી 3 બેઠકો ગુમાવવાનો વારો આવ્યો. પશ્વિમ બંગાળમાં બેક ટુ બેક મળી રહેલાં પરાજયથી સુવેન્દુ અધિકારી બૌખલાઈ ઉઠ્યા છે. તેમણે વિધાનસભાની પેટા ચૂંટણીમાં થયેલા પરાજય માટે ધર્મના ફોર્મ્યુલાના આધારે થયેલી ગરબડને જવાબદાર ગણાવી છે. એમને કહયું હિન્દુઓના મતો વહેંચાઈ જવાની ભાજપને નુક્સાન થયું છે.


વિવાદ થયો તો આપી સ્પષ્ટતા
ભાજપ નેતાએ સફાઈ આપતા કહ્યું કે મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. જ્યારે હું માતા ક્ષેત્રમાં જાવ છું તો હિન્દુ હોય કે મુસલમાન બધાને વિકાસ યોજનાનો લાભ આપવામાં આવે છે, પરંતુ તેમ છતાં કહેવામાં આવે છે કે ભાજપ હિન્દુની પાર્ટી છે. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ભાજપ નેતાએ કહ્યું કે અમે બધા લોકો માટે કામ કરીએ છીએ. અમારી સરકારે જેટલી યોજના લાવી તે બધા માટે છે. મેં જે વાત રાખી તે મારો વ્યક્તિગત પક્ષ છે. તેની સાથે સરકારને કોઈ લેવાદેવા નથી.