BJP Politics: UPમાં ડખા, શું યોગી બદલાય છે? એક મોટા નેતાએ PM મોદી સાથે કરી 1 કલાક બેઠક

UP BJP Politics: લોકસભાની ચૂંટણીમાં કારમી પછડાટ બાદ હવે નેતાઓ ખુલ્લેઆમ સરકાર સામે આવી ગયા છે. હવે ઉત્તર પ્રદેશ BJPમાં મોટા ફેરફારોના ગણગણાટ વચ્ચે પ્રદેશ પાર્ટીના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી છે. બંને નેતાઓ વચ્ચે એક કલાક સુધી વાતચીત થઈ છે.


 

 BJP Politics: UPમાં ડખા, શું યોગી બદલાય છે? એક મોટા નેતાએ PM મોદી સાથે કરી 1 કલાક બેઠક

UP BJP Politics: ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ફટકો પડ્યા બાદ હવે સરકાર અને સંગઠનમાં મોટાપાયે ફેરફાર થાય તેવી સંભાવના છે. ભાજપના મોટા નેતાઓ હવે યોગી સામે ખુલ્લેઆમ બળાપો કાઢી રહયા છે. સામે યોગી પણ ઝૂકવાના મૂડમાં નથી. સીએમનો ચહેરો ન બદલાય પણ સંગઠન અને સરકારમાં ફેરફાર થાય તેવી પૂરી સંભાવના છે. કેશવ પ્રસાદ મૌર્ય અને ભૂપેન્દ્ર ચૌધરી મંગળવારથી દિલ્હીમાં છે. લોકસભા ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ભાજપ વિધાનસભા પેટાચૂંટણીને નવા સમીકરણો ગોઠવી રહી છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં પેટાચૂંટણીમાં કસર બાકી રાખવા માગતી નથી. કેશવ પ્રસાદ મોર્ય ખુલ્લેઆમ હવે યોગીનો વિરોધ કરી રહ્યાં હોવાના અહેવાલો છે. યોગીએ લોકસભાની ચૂંટણીમાં હારના સમીકરણો માટે બોલાવેલી બેઠકમાં બંને નાયબ સીએમ ગયા ન હતા. 

તાજેતરમાં લખનૌમાં આયોજિત બીજેપી કાર્યકર્તા સંમેલનમાં યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી યુપીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. તેમણે કહ્યું હતું કે સરકારથી સંગઠન મોટું છે, સંગઠનથી મોટું કોઈ નથી. દરેક કાર્યકર અમારું ગૌરવ છે. તેમના નિવેદન બાદ મંગળવારે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ સરકાર અને સંગઠન બંનેના પ્રતિનિધિઓને દિલ્હી બોલાવ્યા હતા. જેના બાદ હવે સરકારમાં ફેરફારના સમાચારો બહાર આવી રહ્યાં છે. જોકે, ઘણા એમ પણ કહે છે કે કાર્યકરોનું મનોબળ જાળવી રાખવા માટે મોર્યએ આ પ્રતિક્રિયા આપી છે. 

જેપી નડ્ડા કેશવ પ્રસાદ મૌર્ય અને પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીને અલગ-અલગ મળ્યા હતા. બંને નેતાઓ સાથે જેપી નડ્ડાની મુલાકાત એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ બેઠકમાં જેપી નડ્ડાએ આગામી પેટાચૂંટણી અંગે ચર્ચા કરી હતી. સંગઠનને મજબૂત કરવા ઉપરાંત કાર્યકરોની સમસ્યાઓ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલા મતદારોને એક કરવાની યોજના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ભાજપ માટે પેટાચૂંટણી ખૂબ મહત્વની 
કેશવ પ્રસાદ મૌર્ય અને ભૂપેન્દ્ર ચૌધરીને અચાનક દિલ્હી બોલાવ્યા બાદ અટકળોનું બજાર ગરમાયું હતું. લોકસભા ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ભાજપ માટે 10 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી ખૂબ જ મહત્વની છે. પાર્ટીની અંદર આ પ્રકારની બયાનબાજીના કારણે ભાજપ તેના વિરોધને કોઈ તક આપવા માંગતી નથી. દિલ્હી હાઈકમાન પણ તકરાર ન વધે એ પર ધ્યાન આપી રહ્યું છે.

ભાજપમાં ચાલી રહેલા આંતરિક કકળાટ વચ્ચે અખિલેશ યાદવે ટ્વીટર પર લખ્યું છે કે ભાજપમાં ખુરશી માટેની લડાઈની ગરમીમાં ઉત્તર પ્રદેશમાં શાસન અને પ્રશાસન બેક બર્નર પર મૂકવામાં આવ્યું છે. ભાંગફોડની રાજનીતિનું જે કામ ભાજપ અન્ય પક્ષોમાં કરતી હતી, તે જ કામ હવે પોતાની પાર્ટીમાં કરી રહી છે. ભાજપમાં લોકોનું વિચારનાર કોઈ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news