6 વર્ષમાં SVP ઈન્ડીયાએ ભારતમાં 2,17,000 નોકરીઓ ઉભી કરી
એસવીપી ઈન્ડીયા એ એસવીપી ઈન્ટરનેશનલ નામના ગ્લોબલ નેટવર્કનો એક હિસ્સો છે., જે દાતાઓને 9 દેશોમાં 40થી વધુ એસવીપી સહયોગીઓ અને 3200થી વધુ પાર્ટનર્સ સાથે જોડે છે.
નવી દિલ્હી : સોશિયલ વેન્ચર્સ પાર્ટનર્સ ઈન્ડીયા દ્વારા દેશમાં રોજગારી નિર્માણની કામગીરીમાં વૃધ્ધિ કરવાનુ એક અનોખુ વેન્ચર ફિલાન્થ્રોપી મોડલ અમલમાં મુકવામાં આવ્યું છે. માર્ચ 2018ની સ્થિતિએ ભારતના 43 સ્કીલ અને લાઈવલીહૂડ પાર્ટનર્સની મદદથી 217,000 ખેડૂતો, નર્સીંગ આસિસ્ટન્ટ તથા અન્ય વિવિધ વંચિત વર્ગના સમુદા.યને નોકરીઓ દ્વારા સહાય કરી છે. એસવીપી ઈન્ડીયા ભારતમાં વર્ષ 2022 સુધીમાં લાંબા ગાળાની નોકરીઓનો વ્યાપ વધારીને 1 મિલિયન કરવા માટે કટિબધ્ધ છે.
એસવીપી ઈન્ડીયા ક્યુમિન્સ અને માઈક્રોસોફટ ના ભૂતપૂર્વ ચેરમેન રવિ વેંકટેસન દ્વારા સ્થપાયું છે અને ઉદ્યોગપતિઓ, સીઈઓ તથા કૌશલ્ય ધરાવતી પીઢ વ્યક્તિઓના સમર્થનને કારણે વ્યાપક અસર ધરાવતુ સંગઠન છે હાલમાં તેની આગેવાની 5F વર્લ્ડના ચેરમેન તથા એપટેક અને ઝેમસારના ભૂતપૂર્વ સીઈઓ ડો. ગણેશ નટરાજન સંભાળી રહ્યા છે. એસવીપી ઈન્ડીયાની ચેર્સમાં મેહર પદમજી, ગોવિંદ ઐયર, રાજીવ બક્ષી, અજીત રાંગણેકરનો સમાવેશ થાય ચે તેની મેનેજમેન્ટ કાઉન્સિલમાં અરૂણ માયરા અને રોનાલ્ડ ડી વુટનો સલાહકાર તરીકે સમાવેશ થાય છે.
એસવીપી ઈન્ડીયા દ્વારા 3 પધ્ધતિઓ અપનાવવામાં આવી છે, જેમાં ડાયરેકટ લોકલ એકશન, એગ્રીગ્રેટર (સમૂહ સાથે કામ કરનાર), અને રાષ્ટ્રિય સ્તરે વિસ્તરણ તેમજ સફળ લોકલ મોડ્યુલનો સમાવેશ થાય છે. સમાવેશ થાય છે. એસવીપી ઈન્ડીયાના ચેરમેન અને એસવીપી ઈન્ટરનેશનલના ગ્લોબલ બોર્ડના સભ્ય ડો. ગણેશ નટરાજન જણાવે છે કે “અમે માત્ર ચેકબુક સખાવત કરતા નથી., અમે વેન્ચર ફિલાન્થ્રોપીસ્ટ છીએ, જે સોશિયલ સેકટરમાં સક્રિય પાર્ટનર તરીકે કોર્પોરેટ લીડરશિપ અને ઉદ્યોગસાહસિકતતાનો દાયકાઓનો અનુભવ ધરાવે છે''.
એસવીપી ઈન્ડીયા વિવિધ પ્રકારના અભિગમોના સમન્વય દ્વારા રોજગારની તકો પૂરી પાડે છે. જેમાં સ્વૈચ્છિક સંસ્થાઓને સહયોગ, એગ્રીગેટર્સ અને સોસિયલ એન્ટરપ્રાઈઝનો સમાવેશ થાય છે. તે સમાજને ગ્રાન્ટસ, ક્ષમતા નિર્માણ નેટવર્કસ એજન્સી તૈયાર કરવામાં અને યુવાનોમાં મહેચ્છા જગાવવાનુ અને સંગઠીત ક્ષેત્રના આર્થિક સ્કીલ પ્રોવાઈડર્સ તેમજ સંશોધન અને જ્ઞાનની શક્તિ દાતાઓ અને પાર્ટનર્સને સાંકળે છે.
નોંધપાત્ર બાબત એ છે કે એસવીપી ઈન્ડીયા સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સોશિયલ એન્ટરપ્રાઈઝીઝને સાંકળે છે, જે તફાવત સર્જે છે અને મિલિયન જોબ મિશનમાં સહાયક બને છે. જે લોકો હકારાત્મક તફાવત સર્જવા માગતા હોય તેમની પાર્ટનરશિપ સ્વીકારે છે અને એ રીતે સમાન ઉદ્દેશ માટે હાથ મિલાવે છે. ટાટા ટ્રસ્ટ, રોકફેલર ફાઉન્ડેશન, પુના મ્યુનિસિપલ કોર્પોરેશન, ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ અને બાબા કલ્યાણી અને રાહૂલ બજાજ જેવા અન્ય ઘણા વ્યક્તિગત સખાવત કરનાલ લોકોનો એસવીપી ઈન્ડીયાને પાન આઈટીટી રિચ ફોર ઇન્ડીયા (PARFI) અને પુણે સીટી સ્કીલ લાઈટહાઉસની ની રચનામાં સાથ મળ્યો છે.
એસવીપી ઈન્ડીયા એ એસવીપી ઈન્ટરનેશનલ નામના ગ્લોબલ નેટવર્કનો એક હિસ્સો છે., જે દાતાઓને 9 દેશોમાં 40થી વધુ એસવીપી સહયોગીઓ અને 3200થી વધુ પાર્ટનર્સ સાથે જોડે છે. ગ્લોબલ અભિગમ અપનાવીને પોતાના સ્થાનિક સમુદાયમાં રોકાણ કરે છે. અને એસવીપી ઈન્ટરનેશનલ દ્વારા તૈયાર કરાયેલ ગ્લોબલ ચળવળ સાથે સંકળાયેલા રહે છે.
એસવીપી ઈન્ડીયા વર્ષ 2019 સુધીમાં દેશવ્યાપી વિસ્તરણ કરવાનું આયોજન ધરાવે છે અને તેણે સપ્ટેમ્બરથી લાયક સ્વેચ્છિક સંસ્થાઓ, ચેપ્ટર ચેર્સ, અને રાજ્યોનાં તમામ પાટનગરોમાં માટેની ઉપયોગીતા ઝુંબેશ હાથ ધરી છે.