PM Modi ની અપીલ બાદ સ્વામી અવધેશાનંદે કરી જાહેરાત- જૂના અખાડા તરફથી કુંભનું વિધિવત સમાપન
Corona in Kumbh 2021 Latest News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત બાદ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિના જૂના અખાડા તરફથી કુંભના વિધિવત સમાપનની જાહેરાત કરી દેવામાં આવી છે.
હરિદ્વારઃ દેશમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે હરિદ્વાર કુંભને લઈને પ્રધાનમંત્રીની (PM Modi) અપીલની અસર થઈ ગઈ છે. પીએમ નરેન્દ્ર મોદીની વાતચીત બાદ શનિવારે સાંજે આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિના (
Swami Avdheshanand Giri) જૂના અખાડા તરફથી કુંભના વિધિવત સમાપનની જાહેરાત કરવામાં આવી છે. અવધેશાનંદ ગિરિએ ટ્વીટ કરી કહ્યુ કે, ભારતની જનતા અને તેની જીવન રક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. કોરોના મહામારીના વધતા પ્રકોપને જોતા અમે વિધિવત કુંભના આવાહિત બધા દેવતાઓનું વિસર્જન કરી દીધુ છે. જૂના અખાડા તરફથી આ કુંભનું વિધિવત વિસર્જન-સમાપન છે.
આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે ફોન પર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ સાથે વાતચીત કરી સંતોના હાલચાલ જાણ્યા હતા. પીએમ મોદીએ ખુબ ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી હતી. પીએમ મોદીએ કહ્યુ, આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિ જી સાથે આજે ફોન પર વાત કરી. સંતોના સ્વાસ્થ્યની જાણકારી મેળવી. બધા સંતગણ તંત્રને દરેક પ્રકારે સહયોગ કરી રહ્યા છે. મેં તે માટે સંત જગતનો આભાર વ્યક્ત કર્યો.
આ પણ વાંચોઃ Covid 19: મોદી સરકારે રેમડેસિવિર સહિત આ દવાના ભાવમાં કર્યો ઘટાડો, અહીં જુઓ લિસ્ટ
પીએમ મોદીએ હવે કુંભને પ્રતીકાત્મક રાખવાનું કહ્યુ
આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યુ હતુ કે મેં પ્રાર્થના કરી છે કે બે શાહી સ્નાન થઈ ચુક્યા છે અને હવે કુંભને કોરોના સંકટને કારણે પ્રતીકાત્મક રાખવામાં આવે. તેનાથી આ સંકટ સામે લડવામાં એક શક્તિ મળશે. પીએમ તરફથી વાતચીત બાદ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિજીએ ટ્વીટ કરી કુંભ મેળામાં આવતા લોકોને નિયમોનું પાલન કરવાનો આગ્રહ કર્યો હતો.
કુલ 13 અખાડામાંથી નિરંજની અખાડા અને આનંદ અખાડા કુંભ મેળાની સમાપ્તિની જાહેરાત કરી ચુક્યા છે. બન્નેએ 17 એપ્રિલે કુંભ મેળો પૂરો થવાની જાહેરાત કરી છે. બીજીતરફ સમાચાર છે કે ભાજપ નેતા બાકી અખાડાના પ્રતિનિધિઓ સાથે વાત કરી સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે ખુદ શાહી સ્નાન સ્થગિત કરી કુંભ સમાપ્તિની જાહેરાત કરી દે અથવા જ્યારે તેમના અખાડામાં આવે તો સાધુ થોડી સંખ્યામાં આવે.
આ પણ વાંચોઃ Corona: CM ઠાકરેએ PM મોદીને કર્યો ફોન, જવાબ મળ્યો- તે હાલ બંગાળમાં છે
ઘણા સાધુ સંતો કોરોનાની ઝપેટમાં
હરિદ્વારમાં અલગ-અલગ અખાડાના ઘણા સાધુ સંતો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે, જેમાં અખાડા પરિષદના અધ્યક્ષ અને નિરંજની અખાડાના મહંત નરેન્દ્ર ગિરિ પણ સામેલ છે. મધ્ય પ્રદેશથી આવેલા નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કપિલ દેવનું કોરોનાને કારણે નિધન થયુ છે. છેલ્લા એક સપ્તાહમાં આશરે 68 સાધુ સંતો કોરોનાનો શિકાર થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube