Corona: CM ઠાકરેએ PM મોદીને કર્યો ફોન, જવાબ મળ્યો- તે હાલ બંગાળમાં છે

નવાબ મલિકે કહ્યુ કે, મુખ્યમંત્રી (ઉદ્ધવ ઠાકરે) ઓક્સીજનની કમી અને રેમડેસિવિર વિશે ફોન પર પીએમ મોદી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ તેમને કહેવામાં આવ્યુ કે, પીએમ બંગાળના પ્રવાસે છે.

Corona: CM ઠાકરેએ PM મોદીને કર્યો ફોન, જવાબ મળ્યો- તે હાલ બંગાળમાં છે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોના કેસ (Maharashtra corona news) ને કારણે રાજ્યમાં ઓક્સીજન અને રેમડેસિવિર દવાની અછત સર્જાઈ છે. આ અંગે પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરવા માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફોનવ કર્યો હતો, પરંતુ તેમને જવાબ મળ્યો કે પીએમ હાલ બંગાળના પ્રવાસે છે. પરત આવ્યા બાદ વાત થશે. આ માહિતી રાજ્યના મંત્રી નવાબ મલિકે આપી છે. 

નવાબ મલિકે કહ્યુ કે, મુખ્યમંત્રી (ઉદ્ધવ ઠાકરે) ઓક્સીજનની કમી અને રેમડેસિવિર વિશે ફોન પર પીએમ મોદી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ તેમને કહેવામાં આવ્યુ કે, પીએમ બંગાળના પ્રવાસે છે. તેમણે આરોપ લગાવ્યો કે લોકો મરી રહ્યા છે અને પીએમ ચૂંટણીમાં વ્યસ્ત છે. નવાબ મલિકે એવા સમયે હુમલો કર્યો છે જ્યારે બંગાળમાં તમાંમ રાજકીય દળો રાજ્યમાં કોરોના વાયરસના પ્રસાર વચ્ચે મોટી-મોટી સભાઓ કરી રહ્યા છે. 

પરંતુ પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) એ મલિકના આરોપનું ખંડન કરતા કહ્યુ કે, પીએમ મોદીએ શુક્રવારે કોરોના કેસમાં વૃદ્ધિ વચ્ચે ઓક્સીજનની આપૂર્તિની સ્થિતિને લઈને સમીક્ષા બેઠક કરી. પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું કે, કેન્દ્ર સરકાર રાજ્યો સાથે સતત સંપર્કમાં છે. 

શિવસેના નેતાના આ આરોપ બાદ ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયને ટ્વીટ કરી પીએમ મોદી પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું, 'આ ચોંકાવનારુ છું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ઓક્સીજનની તત્કાલ સપ્લાઈ માટે પ્રધાનમંત્રીને ફોન કર્યો તો કહેવામાં આવ્યું કે, તે બંગાળમાં પ્રચાર કરી રહ્યા છે. પરત આવવા પર તેનો જવાબ આપશે.'

વર્તમાનમાં મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય છે. કડક પ્રતિબંધ છતાં શુક્રવારે 63729 નવા કેસ સામે આવ્યા હતા. આ મહામારીમાં શુક્રવારે 398 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તમને જણાવી દઈએ કે રાજ્યમાં અત્યાર સુધી 59,551 લોકોના મૃત્યુ થયા છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news