નવી દિલ્હી : અલીગઢમાં 3 વર્ષની બાળકીની હત્યાનાં સમાચાર બાદ સમગ્ર સોશિયલ મીડિયા પર ન્યાય મુદ્દે પોસ્ટ્સ જોવા મળી રહી છે. બોલિવુડ સ્ટાર્સ પણ આ અપરાધીઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. બીજી તરફ કઠુવા મુદ્દે સ્પષ્ટ રીતે અભિનેત્રી સ્વરા ભાસ્કર હવે ચુપ છે. જો કે તેમની ચુપકીદી હવે તેના માટે પડકાર બની શકે છે, કારણ કે લોકોએ તેમને આ મુદ્દે ચુપ રહેવા બદલ ઝાટકણી કાઢવાનું ચાલુ કર્યું છે. 


ભાજપના આ 3 મંત્રીઓ અચાનક સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા, જાણો કેમ?

એવું નથી કે સ્વરા હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર નથી પરંતુ સ્વરાએ અલીગઢ મુદ્દે કોઇ પણ રિએક્શન ન આપતા શુક્રવારે પોતાની પ્રોફાઇલ પિક્ચર પણ બદલ્યું છે. આ અંગે સોશિયલ મીડિયાનાં યુઝર્સે તેની આકરી ઝાટકણી કાઢી હતી. તેની તસ્વીર પર એક યુઝરે લખ્યું કે, હવે ક્યાં ગયા સ્વરા ભાસ્કર જેવા અસહિષ્ણુ ગેંગનાં લોકો. હવે ક્યાં આ ટ્વીંકલ માટે પોતાનો અવાજ નહી ઉઠાવે. જ્યારે કેટલાક લોકો આરફાનાં સમયમાં સ્વરાની પોસ્ટ કરવામાં આવેલી તસ્વીરને રીપોસ્ટ કરવાનાં મુદ્દે તેને સવાલ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


(કઠુવા દુષ્કર્મ સમયે સોશિયલ મીડિયા પર અનેક ટ્વિટ દ્વારા સ્વરા સક્રિય રહી હતી)

અત્રે ઉલ્લેખનીય છે કે, આ હૃદય દ્રાવક ઘટના અલીગઢની છે જ્યાં ગામ બુઢામાં 31 મેથી ગુમ એક બાળકીની લાશ ગામની બહારનાં કચરાનાં ઢગલા પર પડી મળી હતી. બાળકીની નિર્મમ હત્યા કરવામાં આવી અને આરોપ છે કે હત્યા પહેલા બાળકી સાથે ધૃણિત કૃત્ય પણ કરવામાં આવ્યું હતું. જો કે પોલીસ દ્વારા દુષ્કર્મની પૃષ્ટી કરવામાં આવી નથી. આ મુદ્દે એક વ્યક્તિની ધરપકડ થઇ છે. જેણે જુનું ઉધાર ચુકવવા બદલે આ ક્રુર ક્રૃત્ય કર્યું હોવાનું સ્વિકાર્યું છે.