આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલે પોતાની સાથે ઘટેલી મારપીટની ઘટનાના ત્રણ દિવસ બાદ પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે. બે પાનાની એફઆઈઆરમાં દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષે 13મી મેના રોજ સીએમ અરવિંદ કેજરીવાલના ઘર પર ઘટેલી ઘટનાનું વિસ્તૃત વિવરણ આપ્યું છે. તેમણે એફઆઈઆરમાં સીએમના ઘરે જવાથી લઈને ત્યાં મારપીટ બાદ પોલીસ સ્ટેશન જવા અને ત્યાંથી પછી પોતાના ઘરે પાછા ફરવા સુધીની ઘટના જણાવી છે. સ્વાતિ માલીવાલે શુક્રવારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની સામે પણ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. તીસ હજારી  કોર્ટના એમએમ કાત્યાયની શર્મા કદવાલ સામે માલીવાલે આખી ઘટના દોહરાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

FIR માં ગંભીર આરોપ
સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને જે ફરિયાદ કરી છે તેમાં ખુબ જ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે બિભવકુમારે કોઈ પણ ઉશ્કેરણી વગર તેમના પર હુમલો કર્યો અને ખરાબ રીતે મારપીટ કરી. સ્વાતિએ એટલે સુધી કહ્યું છે કે બિભવે શરીરના અનેક ભાગો પર હુમલો કર્યો. તે દુખાવાથી કણસતી રહી પરંતુ તેને દયા ન આવી. 


 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube