Swati Maliwal On Arvind Kejriwal Reaction : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે સ્વાતિ માલીવાલ સાથે 13મી મેના રોજ તેમના નિવાસ સ્થાને થયેલી ગેરવર્તણૂંક અને મારપીટ મામલે મૌન તોડ્યુ છે. આ મામલે સીએમ કેજરીવાલના સહયોગી બિભવકુમારની ધરપકડ થઈ છે અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના નિવેદનમાં કહ્યું છે કે હાલ મામલો કોર્ટમાં છે અને તેના પર ટિપ્પણીથી કાર્યવાહી પ્રભાવિત થઈ શકે છે. જો કે તેમને નિષ્પક્ષ તપાસની આશા છે. હવે સીએમ કેજરીવાલની આ પ્રતિક્રિયા પર આમ આદમી પાર્ટીથી રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સીએમ કેજરીવાલના નિવેદન અંગે કરાયેલી પીટીઆઈની પોસ્ટ પર રિપ્લાય કરતા લખ્યું કે આખરે આરોપી મુખ્યમંત્રી આ મામલે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ ઈચ્છે છે. 


સ્વાતિ માલીવાલે શું કહ્યું?
પોતાની પોસ્ટમાં સ્વાતિ માલીવાલે એ આરોપો અંગે પણ સીએમ અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો છે જે12 મેની ઘટના બાદ આપ દ્વારા તેમના પર લગાવવામાં આવ્યા હતા. સ્વાતિએ કહ્યું કે "મારા પર નેતાઓ અને સ્વયંસેવકોની આખી સેના તૈનાત કર્યા બાદ, મને ભાજપા એજન્ટ કહેવી, મારા ચરિત્રની હત્યા કરવી, એડિટેડ વીડિયો લીક કરવો, મારી વિક્ટિમ શેમિંગ કરાઈ, આરોપી સાથે ઘૂમ્યા, તેમને ક્રાઈમ સીન પર ફરીથી આવવા દીધા અને પુરાવા સાથે છેડછાડ કરાઈ, આરોપી માટે પોતે રસ્તા પર ઉતરી ગયા, અને હવે મુખ્યમંત્રી સાહેબ જેમના ડ્રોઈંગ રૂમમાં મને પીટવામાં આવી, તેઓ કહી રહ્યા છે કે તેમને આ મામલે નિષ્પક્ષ તપાસ જોઈએ. આનાથી મોટી વિડંબણા શું હશે. હું તેને માનતી નથી. કથની અને કરની એક સમાન હોવી જોઈએ." નોંધનીય છે કે સ્વાતિ માલીવાલ પોતાના પર લાગેલા આરોપોને લઈને સતત એક્સ પર પોતાના જવાબ પોસ્ટ કરી રહ્યા છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube