નવી દિલ્હી : સ્વિત્ઝરલેન્ડે સ્વિસ બેંકોમાં નાણા રાખનારા ભારતીય ખાતાધારકો પર કાર્યવાહી માટે ભારતની સાથે સંબંધિત માહિતી વહેંચણીની પ્રક્રિયા ઝડપી કરી દીધી છે. આ અંગે સ્વિત્ઝરલેન્ડનાં અધિકારીઓએ બીજી જાહેર નોટિસ પોતલુરી રાજા મોહન રાવના નામે નોટિસ ઇશ્યું કરી છે. આ અગાઉ ગત્ત મહિને આવા 14 લોકોને માહિતી વહેંચતા પહેલા નોટિસ ફઠકારી હતી. નિયમો હેઠળ આ પ્રકારની નોટિસ તેમના ખાતા અંગે ભારત સરકારને માહિતી આપવાની વિરુદ્ધ અપીલ કરવા માટેની એક અંતિમ તક આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જય શ્રીરામના નારાથી મને કોઇ સમસ્યા નહી, ભાજપે કર્યો રાજનીતિક ઉપયોગ: મમતાની સ્પષ્ટતા
અધિકારીઓના અનુસાર આગામી અઠવાડીયામાં આ પ્રકારની કોઇ નોટિસ ઇશ્યું કરવામાં આવી શકે છે. ભારતે સ્વિસ બેંકોમાં શંકાસ્પદ કાળાનાણા રાખનારા ભારતીયોની માહિતી સ્વિત્ઝરલેન્ડ સરકાર પાસે માંગી છે. રાવને આ નોટિસ 28 મેના રોજ બહાર પાડવામાં આવ્યું અને તેને અપીલ કરવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ અગાઉ 21 મેના રોજ 11 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. 


સરકાર ઇચ્છે તો આ કાયદા થકી કાલથી રામ મંદિર નિર્માણ થઇ શકે છે ચાલુ: સ્વામી
AAP સરકાર આપી શકે છે ગીફ્ટ, DTC બસો-મેટ્રોમાં મહિલાઓએ નહી ચુકવવું પડે ભાડુ
સ્વિત્ઝરલેન્ડનાં કર વિભાગનાં નોટિસમાં રાવના જન્મદિવસ (15 જુલાઇ 1951) અને તેના ભારતીય એડ્રેસ ઉપરાંત કોઇ અન્ય માહિતીનો ખુલાસો નથી કરવામાં આવ્યો. જો કે અધિકારીઓનું કહેવું છે કે રાવ દૂરસંચાર સહિત દક્ષિણ ભારતમાં અનેક પ્રકારનાં ઉદ્યોગનો સમાવેશ થાય છે. સ્વિત્ઝરલેન્ડ તેના બેંકોમાં ખાતા ધરાવનારા ગ્રાહકોનો ગુપ્ત બનાવવા મુદ્દે એક મોટા વૈશ્વિક આર્થિક કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. જો કે કરચોરીના મુદ્દે વૈશ્વિક સ્તર પર સમજુતી બાદ ગુપ્તતાની દિવાલ હવે નથી રહી. ખાતા ધારકોની માહિતીને વહેંચવા મુદ્દે ભારત સરકાર સાથે તેણે સમજુતી કરી છે. અન્ય દેશોની સાથે પણ આવી સમજુતી કરવામાં આવી છે.