સરકાર ઇચ્છે તો આ કાયદા થકી કાલથી જ રામ મંદિર નિર્માણ ચાલુ કરી શકે છે: સ્વામી
નરેન્દ્ર મોદીનો બીજો કાર્યકાળ ચાલુ થતાની સાથે જ રામ મંદિરના નિર્માણ જેવા લંબાયેલા મુદ્દે લોકોની અપેક્ષાઓ વધી ગઇ છે એટલે સુધી કે ભાજપનાં જ વરિષ્ઠ નેતા સુબ્રમણ્ય સ્વામીએ પણ વડાપ્રધાનને પત્ર લખીને રામ મંદિર નિર્માણ ઝડપથી ચાલુ કરવા માટેની અપીલ કરી છે. સ્વામીએ આજે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી અને રામ જન્મભુમિના કાયદાકીય પાસાઓ મુદ્દે પોતાનો જુનો મત સ્પષ્ટ કર્યો.
Trending Photos
નવી દિલ્હી : નરેન્દ્ર મોદીનો બીજો કાર્યકાળ ચાલુ થતાની સાથે જ રામ મંદિરના નિર્માણ જેવા લંબાયેલા મુદ્દે લોકોની અપેક્ષાઓ વધી ગઇ છે એટલે સુધી કે ભાજપનાં જ વરિષ્ઠ નેતા સુબ્રમણ્ય સ્વામીએ પણ વડાપ્રધાનને પત્ર લખીને રામ મંદિર નિર્માણ ઝડપથી ચાલુ કરવા માટેની અપીલ કરી છે. સ્વામીએ આજે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી અને રામ જન્મભુમિના કાયદાકીય પાસાઓ મુદ્દે પોતાનો જુનો મત સ્પષ્ટ કર્યો.
In a letter to PM I have informed that that his legal advice that Govt needs SC permission is erroneous. Narasimha Rao Govt had nationalised the land and under Article 300A the SC cannot question only compensation. Hence there is no bar for Govt to start building right away.
— Subramanian Swamy (@Swamy39) June 2, 2019
સુપ્રીમ કોર્ટની પરવાનગી જરૂરી નહી
સ્વામીએ લખ્યું કે, વડાપ્રધાનને એખ પત્રમાં મે જણાવ્યું કે સરકારને સુપ્રીમ કોર્ટની પરવાનગીની દરકાર છે. તેમને આ ખોટી કાયદાકીય સલાહ મળી છે. નરસિમ્હા રાવે તે જમીનનું રાષ્ટ્રીયકરણ કરી દીધું હતું અને અનુચ્છેદ 300 A હેઠળ સુપ્રીમ કોર્ટ કોઇ સવાલ ઉઠાવી શકે નહી, માત્ર વળતર નિશ્ચિત કરી શકે છે. એટલા માટે અત્યારથી જ નિર્માણ ચાલુ કરવામાં સરકારની સામે કોઇ બાધા નથી.
લોકસભા ચૂંટણી બાદ એક્શનમાં યોગી, ગોટાળા કરનારા અધિકારીઓ પર કડક કાર્યવાહી
રામસેતુને રાષ્ટ્રીય ધરોહરનો દરજ્જો
વડાપ્રધાને લખેલા પોતાનાં ચાર પેજના પત્રમાં સ્વામીએ રામસેતુને પ્રાચીન સ્મારક અને પુરાતાત્વિક સ્થળ તથા અવશેષ અધિનિયમ 1958 હેઠળ રાષ્ટ્રીય પૌરાણીક સ્મારકની માન્યતા આપવાની અપીલ કરી છે. તેમણે મદ્રાસ હાઇકોર્ટની તરપથી ભારત સરકારને મોકલાયેલી નોટિસનો ઉલ્લેખ કર્યો, જેમાં કોર્ટે સરકારને પુછ્યું હતું કે અંતે રામસેતુને રાષ્ટ્રીય પૌરાણીક સ્મારક શા માટે જાહેર ન કરવામાં આવવું જોઇએ. સ્વામીએ લખ્યું કે, જ્યાં સુધી મને ખબર છે કે સંસ્કૃતી મંત્રાલય સાથે રામસેતુ રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાને સ્વીકૃતી મળી ચુકી છે, પરંતુ ખબર નહી કયા કારણથી મંત્રીમંડળ તરફથી સ્વિકૃતી નથી મળી રહી.
બંગાળ: નાસ્તિક વિદ્યાર્થીઓને કોલેજ ફોર્મમાં મળશે માનવતાનો નવો વિકલ્પ
સરકારને કોઇ પણ સંપત્તી પર કબ્જાનો અધિકાર
વરિષ્ઠ ભાજપ નેતાએ પત્રમાં કહ્યું કે, બીજા મહત્વપુર્ણ મુદ્દે રામ મંદિર નિર્માણનો છે જેના માટે સરકાર સુપ્રીમ કોર્ટ પાસેથી (67 એકરથી વધારે) અવિવાદિત જમીન પરત કરવા માટેની માંગ કરી છે જેથી મંદિર નિર્માણનુ કાર્ય પ્રારંભ થાય સોલિસિટર જનરલની આ રજી ખોટી છે. સરકારને પોતાના કબ્જાવાળી જમીનને સુપ્રીમ કોર્ટ પાસેથી પરત માંગવાની જરૂર નથી. સંવિધાનની કલમ 300 એ અને જમીન અધિગ્રહણ પર સુપ્રીમ કોર્ટનાં તમામ ચુકાદા ધ્યાને રાખી કેન્દ્ર સરકાર જાહેર હિતમાં કોઇ પણ જમીન કે સંપત્તી પર કબ્જો કરવાનો અધિકાર ધરાવે છે.
ટ્વીટર પરથી ગાયબ થયા કોંગ્રેસના સોશિયલ મીડિયા ચીફ દિવ્યા સ્પંદના, જાણો સમગ્ર વિવાદ
નરસિમ્હા રાવ સરકારનો હવાલો
સ્વામીએ કહ્યું કે, નરસિમ્હા રાવ સરકારે 1993માં સંપુર્ણ જમીન, વિવાદિત અને અવિવાદિત બંન્ને પર કબ્જો કરી લીધો હતો અને 1994માં સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક પીઠે તેને યોગ્ય ગણાવ્યો હતો. ત્યાર બાદ રામ જન્મભુમિ ન્યાસ સમિતી સિવાય તમામ પક્ષકારોએ સરકારની વળતરની રકમનો સ્વિકાર કરી લીદો હતો. જેના માટે આ કાયદાની મારી સમજ કહે છે કે ભારત સરકારને સુપ્રીમ કોર્ટની કોઇ પણ ઓથોરિટી પાસેથી પરવાનગીની જરૂર નથી. સ્વામીએ કહ્યું કે, મારી સલાહ છે કે હવે સમય ગુમાવ્યા વગર સરકાર પોતાની શક્તિઓનો ઉપયોગ કરે અને રામમંદિર નિર્માણ માટે અવિવાદિત બંન્ને જમીન ફાળવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે