નવી દિલ્હી : સ્વિસ બેંક (Swiss banks) માં પૈસા રાખનારા ભારતીયોનાં ખાતા સાથે જોડાયેલી માહિતી ભારતને મળવાની ચાલુ થઇ ચુકી છે. સ્વિત્ઝરલેન્ડે સ્વયં સંચાલિત વ્યવસ્થા હેઠળ આ મહિનામાં પહેલી વાર કેટલીક માહિતી ભારતને ઉપલબ્ધ કરાવી છે. ભારતને મળેલા પહેલા દોરની માહિતીનાંવિશ્લેષણની તૈયારીઓ ચાલી રહી છે અને તેમાં ખાતાધારકોની ઓળખ નિશ્ચિત કરવા માટે પુરતી સામગ્રી ઉપલબ્ધ હોવાનું અનુમાન છે. આ માહિતી મુખ્યત્વે તે ખાતાઓ સાથે જોડાયેલી છે, જેમને લોકોએ કાર્યવાહીનાં ડર પહેલા જ બંધ કરાવી દીધું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાક્યા વગર સતત કામ કરી રહી છે મોદી સરકાર: સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ
બેંક અધિકારીઓનું કહેવું છે કે, સ્વિત્ઝરલેન્ડની સરકારનાં નિર્દેશ પર ત્યાની બેંકોએ ડેટા એકત્ર કરીને ભારતને સોંપ્યું. તેમાં 2018 માં સક્રિય રહેલા ખાતાઓની લેવડ દેવડ અંગેની સંપુર્ણ માહિતી છે. આ ડેટા તે ખાતાઓમાં જાહેર નહી કરાયેલી સંપત્તી રાખનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીનો કેસ કરવામાં ખુબ જ સહાયક સાબિત થઇ શકે છે. 


CM યોગી સહિત સમગ્ર મંત્રીમંડળ IIM માં વિદ્યાર્થી બન્યા, ક્લાસમાં શીખ્યા મેનેજમેન્ટનાં પાઠ
આપણે ચંદ્ર પર પહોંચી ગયા પરંતુ પાકિસ્તાન હજી પણ ગધેડા જ એક્સપોર્ટ કરે છે: ગિરિરાજ
બેંકર્સ અને નિયામક અધિકારીઓએ કહ્યું છે કે, ખાતાધારકોની યાદીમાં મોટાભાગનાં દક્ષિણ-પૂર્વ એશિયન દેશો, અમેરિકા, બ્રિટન, આફ્રીકા અને દક્ષિણ અમેરિકી દેશોમાં રહેનારા ભારતીયો અને બિઝનેસ મેન છે. બેંકરોએ સ્વિકાર કર્યો કે ક્યારે પણ સંપુર્ણ રીતે ગુપ્ત રહેલી સ્વિસ બેંકોનાં ખાતાની વિરુદ્ધ વૈશ્વિક સ્તર પર ચાલુ કરવામાં આવેલા અભિયાન બાદ આ ખાતાઓમાંથી પૈસા કાઢવામાં આવ્યા. જે પૈકી કેટલાય ખાતાઓ બંધ પણ થઇ ગયા. 2018માં બંધ કરાવાયેલા ખાતાઓની માહિતી પણ મળી છે.