દેહરાદૂનઃ દિલ્હીની તબલિગી જમાતમાં ભાગ લીધા બાદ દેહરાદૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા જમાતિઓએ અહીં પણ હિંસાની સ્થિતિ બનાવી રાખી છે. હોસ્પિટલમાં દાખલ જમાતી ડોક્ટરો પાસે અલગ-અલગ માગ કરી રહ્યાં છે. સ્થિતિ એવી છે કે જમાતમાં ભાગ લીધા બાદ દાખલ કરવામાં આવેલા દર્દી જમવામાં 25-30 રોટલીઓ ખાઈ રહ્યાં છે, જ્યારે સામાન્ય રીતે હોસ્પિટલના મેન્યૂમાં દર્દીઓને ચાર રોટલી, શાક અને દાળ ખાવામાં આપવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ઉચ્ચ સૂત્ર અનુસાર, દૂન હોસ્પિટલમાં તબલિગી જમાતમાં ભાગ લેનારા કુલ 28 લોકો દાખલ છે. તેમાંથી પાંચ સંક્રમિત છે, જ્યારે 23 અન્ય શંકાસ્પદ સંક્રમણને કારણે હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં છે. આ દર્દીમાં ઘણાની અભદ્રતાથી ચિકિત્સક પરેશાન છે. તો ઘણા જમવાનું અને ચાની ખોટી માગણી કરી ડોક્ટરોને પરેશાન કરી રહ્યાં છે. 


માગ પૂરી ન થતાં વોર્ડમાં થૂક્યા
હોસ્પિટલના સ્ટાફનું કહેવું છે કે હોસ્પિટલમાં દાખલ એક કોરોના પોઝિટિવ જમાતીએ હોસ્પિટલના વોર્ડમાં થૂકવાનું શરૂ કર્યું હતું. બાદમાં હોસ્પિટલના કર્મચારીઓએ તેને સમજાવીને શાંત કર્યો હતો. આ સિવાય દરરોજ ઘણા જમાતી ચાના કપની જગ્યાએ મોટો ગ્લાસ આપવા કે અન્ય કોઈ ડિશની માગ કરીને કર્મચારીઓ સાથે ટકરાવ કરી રહ્યાં છે. તેવામાં સારવારની મુશ્કેલી વચ્ચે હોસ્પિટલમાં ડોક્ટરો માટે આ જમાતિઓની માગ પૂરી કરવી મુશ્કેલ બની ગયું છે. 


રવિવારે કોરોનાના સૌથી મોટા સમાચાર અમદાવાદથી, 6 તબગિલી જમાતીના રિપોર્ટ પોઝિટિવ 


બિજનોર અને ગાઝિયાબાદમાં આવી સ્થિતિ
મહત્વનું છે કે દેહરાદૂન સહિત દેશના ઘણા અન્ય ભાગમાં દાખલ તબલિગી જમાતના સભ્યો હોસ્પિટલમાં ડોક્ટરોની સામે અભદ્રતા કરવાનો મામલો મીડિયામાં સામે આવી ચુક્યો છે. હાલમાં યૂપીના ગાઝિયાબાદમાં સીએમઓએ જિલ્લા તંત્રને જમાતિઓ દ્વારા નર્સો સામે અભદ્રતા કરવા, અશ્લીલ ઇશારા કરવા અને કપડા વિના વોર્ડમાં ફરવાની ફરિયાદ નોંધાવી હતી. સાથે પશ્વિમ યૂપીના બિજનોરમાં પણ જમાતિઓએ હોસ્પિટલમાં ડોક્ટરો પાસે બિરયાનીની માગ પૂરી ન થતાં હંગામો કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર