નવી દિલ્હી :ચાંદની રાતમાં તાજમહેલ (Taj Mahal) ના દિદાર કરવાની ઈચ્છા હોય અને નાઈટ વ્યૂની ટિકીટ નથી મળી રહી તો મુસાફરોને હવે નિરાશ થવાની જરૂર નથી. મુસાફરોની ઈચ્છા પૂરી કરવા માટે મેનેજમેન્ટ, પોલીસ અને એડીએ દ્વારા તાજમહેલની એકદમ પાછળ નવું લોકેશન ઉભુ કરાયું છે. યમુના કિનારે ઐતિહાસિક મહતાબ બાગ (Mehtab Bagh) થી દિવસે અને ચંદ્રની રોશનીમાં તાજના દિદાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે રાજ્યમંત્રી ડો.જીએસ ધર્મેશે આગ્રા (Agra) ના અધિકારીઓ સાથએ મહતાબ બાગથી તાજ વ્યૂ પોઈન્ટ (New View Point Of Taj Mahal) નું ઉદઘાટન કર્યું.


રાશિફળ 17 નવેમ્બર: 5 રાશિવાળા માટે આજનો દિવસ છે ઝક્કાસ, 3 રાશિનો સૌથી ખરાબ, અને બાકીના પણ વાંચી લેજો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુસાફરોની ઈચ્છા પૂરી કરવા માટે તાજમહેલની એકદમ પાછળ યમુના કિનારે બનેલ ઐતિહાસિક મહતાબ બાગથી નવો વ્યૂ પોઈન્ટનું સંચાલન શરૂ કરાયું છે. નવો તાજ વ્યૂ પોઈન્ટ (New View Point Of Taj Mahal) સવારે 7થી 10 વાગ્યા સુધી અને સાંજે 7થી 10 વાગ્યા સુધી મુસાફરો માટે માત્ર 20 રૂપિયાની ટિકીટથી ખૂલશે. મહતાબ બાગમાં યમુના કિનારે તાજ નાઈટ વ્યૂ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. જ્યાં તાજમહેલના ફ્રન્ટમાં બનેલી ડાયના બેન્ચની જેમ એક બેન્ચ બનાવવામાં આવી છે. જેના પર બેસીને મુસાફરો તાજમહેલને નિહાળી શકાશે. 


આજે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા, કેન્દ્રો બદલીને મંડળે છેલ્લી ઘડી સુધી ઉમેદવારોનો જીવ ઉંચો રાખ્યો 


આ તાજ વ્યૂ પોઈન્ટને બનાવવા માટે લાંબા સમયથી કામ ચાલી રહ્યું હતું, જેના બાદ ત્રણ વર્ષના સમયગાળા બાદ મુસાફરો માટે ખોલી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, ચાંદની રાતમાં તાજના દિદાર કરવા માટે સમય વધારીને 7 થી 12 વાગ્યા સુધી કરાયો છે. અધિકારીઓ દ્વારા મળેલી જાણકારી અનુસાર, નવેમ્બર મહિનામાં જ આ વ્યૂ પોઈન્ટને નિહાળવા માટે ટિકીટ વિન્ડો શરૂ કરી દેવાઈ છે. તેના ન માત્ર મુસાફરોને નવી સુવિધા મળશે, પરંતુ ચાંદની રાતમાં તાજને જોવા માટેની ઈચ્છા પણ બહુ જ સરળતાથી અને ઓછા ભાવમાં પૂરી થશે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube