નવી દિલ્લીઃ આગરામાં દર વર્ષે આયોજિત થનારો તાજ ફેસ્ટિવલ ત્યાંના સૌથી મોટા વાર્ષિક મહોત્સવમાંથી એક છે. દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. પણ આ વર્ષે ચૂંટણીના કારણે તાજ મહોત્સવનું આયોજન માર્ચ મહિનામાં થવાનું છે. જણાવી દઈએ કે, તાજ મહોત્સવમાં ભાગ લેવા માટે માત્ર ભારતમાંથી જ નહીં પણ દુનિયાભરમાંથી પર્યટકો આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાં સુધી ચાલશે તાજ મહોત્સવ?
તાજ મહોત્સવ 20મી માર્ચથી શરૂ થઈ રહ્યો છે અને 29મી માર્ચ સુધી ચાલશે. તમે આ સમયગાળા વચ્ચે કોઈપણ દિવસે ત્યાં જવાનું આયોજન કરી શકો છો. જો તમે ફેમિલી સાથે નાની ટ્રીપનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ જગ્યા એકદમ બેસ્ટ છે.


ક્યાં આયોજિત થાય છે આ ફેસ્ટિવલ?
તાજમહેલથી થોડે દૂર સ્થિત શિલ્પગ્રામમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. જેનું આયોજન ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.


આવી રીતે શરૂ થયો તાજ મહોત્સવ?
તાજ મહોત્સવની શરૂઆત 1992માં થઈ હતી. ત્યારથી લગભગ દર વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે. આ તહેવારની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને ભારતીય પ્રવાસીઓ આવે છે. તાજમહેલ એ ભારતનું સૌથી સુંદર ઐતિહાસિક સ્થળ છે જે અતુલ્ય ભારત વિશે જણાવે છે. કલા, હસ્તકલા, સંસ્કૃતિ અને ભોજનના પ્રેમીઓમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે.


પ્રવેશ કિંમત?
તાજ ફેસ્ટિવલની એન્ટ્રી ફી 50 રૂપિયા રાખવામાં આવી છે. 12 વર્ષ સુધીના બાળકો અને વિદેશી પ્રવાસીઓ માટે કોઈ ચાર્જ નથી. અને જે પ્રવાસીઓ આખા 10 દિવસ સુધી આ મેળામાં ભાગ લેવા માંગતા હોય તેમણે 300 રૂપિયા ચૂકવવાના રહેશે. આટલા ઓછા પૈસા ચૂકવીને, તમે અહીં હાજર દરેક પ્રવૃત્તિનો આનંદ માણી શકો છો.


તાજ મહોત્સવ 2022ની થીમઃ
આ વર્ષની થીમ છે આઝાદીના અમૃત મહોત્સવના સંગની સાથે તાજ મહોત્સવનો રંગ.


તાજ મહોત્સવમાં ખાસ આકર્ષણઃ
કળા અને શિલ્પ-
તાજ મહોત્સવમાં ભારતના અલગ અલગ સ્થળની કારીગરી જોવાનો મોકો મળે છે. ફિરોઝાબાદના કાંચનું કામ, ખુર્જાના માટીના વાસણ, આગરાની જરદોસી અને સંગેસમરમરનું કામ, લખનઉના મશહૂર ચિકનકારીનું કામ. 


નૃત્ય અને સંગીત-
તાજ મહોત્સવમાં ભાગ લઈને દુનિયાના જાણીતા કલાકારોની પ્રસ્તુતિ જોવાનો મોકો મળે છે. લોકનૃત્ય, ગાયનની સાથે સાથે વેસ્ટર્ન મ્યૂઝિકની લુત્ફ ઉઠાવી શકો છો.


વિવિધ વ્યંજન-
તાજ મહોત્સવ જઈને તમે કોઈ પણ ડીશનો સ્વાદ માણી શકો છો. યૂપી, બિહાર, પંજાબ, કેરળ લગભગ દરેક રાજ્યોના ખાસ વ્યંજન આ મહોત્સવમાં ખાવા મળશે.


ફન એક્ટિવિટિઝ-
જો તમે પરિવાર સાથે જાવ છો, તો તમે ત્યાં ઘણો આનંદ માણી શકો છો. બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે, જે આ તહેવારનું વિશેષ આકર્ષણ છે. બાળકો માટે ટ્રેન રાઈડ એલિફન્ટ અને કેમલ રાઈડ, રોલર-કોસ્ટર અને ફેરિસ વ્હીલ જેવા ઘણા વિકલ્પો છે.