Farmers Protest: વિરોધ પ્રદર્શન વચ્ચે ખેડૂતો માટે ખુશીના સમાચાર, સરકારે 12,110 કરોડની કૃષિ લોન કરી માફ
આ યોજના તાત્કાલિક પ્રભાવથી લાગૂ થશે અને તેના માટે જરૂરી નાણાકીય સંસાધન તેમની સરકાર દ્રારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારે શુક્રવારે વિધાનસભામાં 12,110 કરોડ રૂપિયાની કૃષિ લોનને માફ કરવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હી: દેશમાં લાગૂ કરવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે તમિલનાડુ રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. તમિલનાડુ સરકારે શુક્રવારે વિધાનસભામાં 12,110 કરોડ રૂપિયાની કૃષિ લોનને માફ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પલાનીસ્વામીએ કહ્યું કે સહકારી બેંકોમાંથી કૃષિ લોનવાળા 16.43 લાખ ખેડૂતોને સરકારના આ નિર્ણયથી લાભ થશે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે અને સત્તાધારી સરકાર પોતાની જીત સુનિશ્વિત કરવા માટે ખેડૂતોને ખુશ કરવામાં લાગી ગયા છે.
મુખ્યમંત્રી પલાનીસ્વામીએ કહ્યું કે આ યોજના તાત્કાલિક પ્રભાવથી લાગૂ થશે અને તેના માટે જરૂરી નાણાકીય સંસાધન તેમની સરકાર દ્રારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે એઆઇએડીએમકે એકલી એવી પાર્ટી છે જે પોતાના વાયદાને પુરી કરે ચે અને નવી કલ્યાણકારી યોજનાઓને રજૂ કરે છે. વિપક્ષી પાર્ટી ડીએમકેની ઉપર નિશાન સાધતાં તેમણે કહ્યું કે તેમણે બે એકર જમીન આપવાનો વાયદો કર્યો હતો, જેને તે ક્યારેય પુરી કરી શકી નથી.
ઠગવાનું નવું હથિયાર બન્યો QR Code, જોતજોતામાં ખાલી થઇ જશે એકાઉન્ટ
આ પહેલાં મુખ્ય વિપક્ષી દળ ડીએમકેના અધ્યક્ષ એમકે સ્ટાલિને બુધવારે પોતાની એક સભામાં આ જાહેરાત કરી હતી જો તેમની પાર્ટી સત્તામાં આવે છે તો તે કૃષિ લોન, ગોલ્ડ લોન અને શિક્ષણ લોનને માફ કરી દેશે.
સ્ટાલિને કહ્યું કે 2006 વિધાનસભા ચૂંટણી પહેલાં ડીએમકેએ 7000 કરોડ રૂપિયાની સહકારી લોનને માફ કરવાનો વાયદો કર્યો હતો અને જ્યારે એમ કરૂણાનિધિ મુખ્યમંત્રી બને તો તેમણે સૌથી પહેલાં સહકારી લોનને માફ કરવાનો આદેશ પર જ હસ્તાક્ષર કર્યા.
Airtel એ તૈયાર કર્યો 5G Service નો Roadmap, સૌથી પહેલાં આ શહેરોમાં શરૂ થશે સેવા
સ્ટાલિને કહ્યું કેન્દ્રની ભાજપ સરકાર ત્રણ નવા કૃષિ કાયદાને લઇને આવ્યા છે. જે ખેડૂતોને પ્રભાવિતો કરનાર છે. તેના લીધે આખા દેશમાં ખેડૂત પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જો આ વખતે અમે સત્તામાં આવીશું તો અમે આ કાયદાનો ત્યાં સુધી વિરોધ કરીશું જ્યાં સુધી તેને પરત લેવામાં ન આવે.
સ્ટાલિને એમ પણ કહ્યું હતું કે ડીએમકેના સત્તામાં આવતાં તમામ કૃષિ લોનને માફ કરવામાં આવશે, તેના માટે ખેડૂત્ની શ્રેણીને જોવામાં નહી આવે. ડીએમકેના આ વાયદાનો જવાબ આપવા માટે મુખ્યમંત્રી પલાનીસ્વામીએ આજે ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરી છે.
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube