Tamilnadu assembly election 2021: આ એક બેઠક ખુબ ચર્ચામાં, 1000 ખેડૂતો નોંધાવશે ઉમેદવારી
દિલ્હી સહિત સમગ્ર દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) ની ધીમી પડતી રફતાર વચ્ચે ચૂંટણી રાજ્ય તામિલનાડુથી એક સમાચાર આવ્યા છે. તામિલનાડુ (Tamilnadu) ની કંગાયમ વિધાનસભા બેઠક પર નેતાઓથી નારાજ એક હજાર ખેડૂતો ચૂંટણીના મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે. આ એક બેઠકથી એક હજાર ખેડૂતોએ ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય લીધો છે. કંગાયમ સીટ રાજ્યના તિરુપુર જિલ્લામાં આવે છે.
નવી દિલ્હી: દિલ્હી સહિત સમગ્ર દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) ની ધીમી પડતી રફતાર વચ્ચે ચૂંટણી રાજ્ય તામિલનાડુથી એક સમાચાર આવ્યા છે. તામિલનાડુ (Tamilnadu) ની કંગાયમ વિધાનસભા બેઠક પર નેતાઓથી નારાજ એક હજાર ખેડૂતો ચૂંટણીના મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે. આ એક બેઠકથી એક હજાર ખેડૂતોએ ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય લીધો છે. કંગાયમ સીટ રાજ્યના તિરુપુર જિલ્લામાં આવે છે.
પ્રશાસને ખેડૂતોની માગણીઓ ધ્યાનમાં ન લીધી
ખેડૂતોનું કહેવું છે કે તેમણે નોમિનેશન ફાઈલ કરવાનો નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે પરંબિકુલમ-અલિયાર પ્રોજેક્ટથી પાણી છોડવાની તેમની માગણીને અવગણી. પ્રશાસનના બહેરા કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે ચૂંટણી મેદાનમાં તેઓ ઉતરવા જઈ રહ્યા છે.
પીટીઆઈએ પોતાના એક રિપોર્ટમાં ગત વર્ષ કહ્યું હતું કે ગત વર્ષે વેલ્લાકોઈલ બ્રાન્ચ કેનાલ વોટર પ્રોટેક્શન કમિટી સાથે જોડાયેલા ખેડૂતોએ પાંચ દિવસ સુધી ભૂખ હડતાળ કરીને પ્રોજેક્ટથી પાણી છોડવાની માગણી કરી હતી પરંતુ મુખ્યમંત્રી ઈ પલાનીસ્વામી સાથે થયેલી બેઠક બાદ ભૂખ હડતાળ ખતમ થઈ ગઈ હતી. પરંતુ મુખ્યમંત્રી સાથે બેઠક છતાં તેમની માગણી પૂરી થઈ શકી નહતી.
એક હજાર ખેડૂતો ઉમેદવારી નોંધાવશે
આવામાં ખેડૂતોને જ્યારે પોતાની સમસ્યાનું કોઈ સમાધાન ન મળ્યું તો 1000 ખેડૂતોએ કંગાયમ વિધાનસભા બેઠકથી ચૂંટણીના મેદાન વચ્ચે ઉતરવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોની સમિતિના એક સભ્યએ મંગળવારે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે બુધવારે અન્ય 10 લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી હતી. આ સંખ્યાને એક હજાર સુધી પહોંચાડવા માટે અન્ય ખેડૂતો ગુરુવારે-શુક્રવારે પોતાની ઉમેદવારી નોંધાવશે.
Shocking! પુત્રએ એવો કચકચાવીને વૃદ્ધ માતાને લાફો માર્યો, માતા મોતને ભેટી, ઘટના CCTV માં કેદ
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube