ચેન્નઇ: દેશમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. આ દરમિયાન દર્દીઓ સાજા થવાની ગતિ પણ વધી રહી છે, એટલા માટે મોદી સરકારે અનલોક 5 (Unlock)ને લાગૂ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન તમિલનાડુ સરકારે રાજ્યમા6 31 ઓક્ટોબર સુધી Lockdown કરવાનો નિર્ણય કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલીક ઢીલ સાથે તમિલનાડુમાં રહેશે લોકડાઉન
તમને જણાવી દઇએ કે તમિલનાડુની સરકારે મંગળવારે રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) લોકડાઉનને 31 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવ્યું છે. જોકે લોકડાઉન (Lockdown)માં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. આ દરમિયાન તમિલનાડુની સ્કૂલ બંધ રહેશે. કોરોના વાયરસના લીધે 31 ઓક્ટોબર સુધી તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ રહેશે. સ્કૂલ કોલેજ બંધ રહેશે. આ સાથે જ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પણ ચેન્નઇમાં એક દિવસમાં 100 જ આવી શકે છે. 


તમામ જિલ્લાઓને આપ્યા નિર્દેશ
મુખ્યમંત્રી પલાનીસામીએ તમામ કલેક્ટરોને કહ્યું કે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં COVID રોગીઓની સારવાર માટે પ્રોટોકોલનું પાલન સખતાઇથી કરવામાં આવશે. તેમણે કહ્યું કે જિલ્લા કલેક્ટરોને આ વિશે જાગૃતતા વધારવી જોઇએ કે લોકો તાવ, શ્વાસ ચઢવો, થાક અને સ્વાદ ન આવવો જેવા લક્ષણ લાગે તો 24 કલાકમાં હોસ્પિટલમાં જઇને સારવાર લો. 


5 લાખ 86 હજારથી વધુ કોરોના સંક્રમિત
અત્રે ઉલ્લેખનીય છે સોમવાર સુધી આંકડા અનુસાર તમિલનાડુમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 5,86,397 થઇ ગઇ. તો બીજી તરફ રાજ્યમાં 70 નવા મોત બાદ આ વાયરસના કારણે મોતનો આંકડો 9,383 પહોંચી ગયો છે. સંક્રમણના નવા કેસમાં ચેન્નઇમાં 1,283, કોઇમ્બતૂરમાં 587, સલેમમાં 256, ચેંગલપેટમાં 249 અને તિરૂવલ્લુરમાં 249માં સામે આવ્યા છે.  


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube