ચેન્નાઈ: તામિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના નાદુકટ્ટુપટ્ટીમાં બે વર્ષનો બાળક બોરવેલમાં પડી ગયો જેને બચાવવા માટે સતત પ્રયત્નો ચાલુ છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે બચાવ અભિયાનને ઝડપી બનાવવા માટે બોરિંગ મશીન મંગાવ્યાં છે. વાત જાણે એણ છે કે આ બાળક 25 ઓક્ટોબરના રોજ સાંજ લગભગ 5:30 વાગ બોરવેલમાં પડ્યો હતો અને 30 ફૂટ ઊંડે જઈને અટકી ગયો હતો. ત્યારબાદ રાતે તે સરકતો સરકતો 30 ફૂટ નીચે ઉતરી ગયો. હવે એવું કહેવાય છે કે આ બળક સરકીને લગભગ 100 ફૂટ નીચે ઉતરી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જવાનો સાથે દિવાળી ઉજવવા PM મોદી રાજૌરી પહોંચ્યા, કલમ 370 હટ્યા બાદ પહેલીવાર આવ્યાં J&K


આ મામલે તામિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી સી વિજયા ભાસ્કરે કહ્યું હતું કે બોરવેલમાં ઓક્સિજન સપ્લાય કરાઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે બાળક 70 ફૂટ નીચે ઉતરી ગયા બાદ અધિકારીઓ બાળકનો અવાજ સાંભળી શકતા નથી. ફાયર વિભાગ અને અન્ય લોકો દ્વારા શુક્રવાર સાંજથી જ બાળકને બચાવવાના પ્રયત્નો ચાલુ છે. શરૂઆતમાં બાળક સુધી પહોંચવા માટે બોરવેલ પાસે ખાડો ખોદવા મશીનને કામે લગાડી હતી પરંતુ વિસ્તાર ખડકાળ  હોવાના કારણે તેને અધવચ્ચે જ રોકી દેવાઈ. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...