Restaurant માં જઈને ભૂલેચૂકે ખાવામાં તંદૂરી રોટી ઓર્ડર ન કરતા, આ હકીકત જાણીને તમારા હોશ ઉડી જશે
તંદૂરી રોટી તંદૂરમાં પકવવામાં આવે છે. જેથી કરીને તેમાં કોલસાની હળવી સોડમ પણ સ્વાદમાં વધારો કરે છે. આવામાં અમે તમને તંદૂરી રોટી તમારા સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે તે જણાવી રહ્યા છીએ.
નવી દિલ્હી: હોટલમાં જમવા જઈએ એટલે પંજાબી ફૂડમાં શાક ગમે તે ઓર્ડર કરીએ પણ રોટી તો આપણને તંદૂરી જ ખાવાની મજા આવતી હોય છે. તંદૂરી રોટી તંદૂરમાં પકવવામાં આવે છે. જેથી કરીને તેમાં કોલસાની હળવી સોડમ પણ સ્વાદમાં વધારો કરે છે. આવામાં અમે તમને તંદૂરી રોટી તમારા સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે તે જણાવી રહ્યા છીએ.
સ્વાસ્થ્યને આ રીતે નુકસાન પહોંચાડે છે
તંદૂરી રોટી મેંદાથી બનાવવામાં આવે છે. મેંદો એ પ્રોસેસ્ડ અને પોલિશ્ડ ઘઉથી બનેલો હોય છે. તેને બેન્જોયલ પેરોક્સાઈડ સાથે બ્લીચ કરાય છે. જે લોટને એક શુદ્ધ સફેદ રંગ અને ચિકણાશ આપે છે. આટલા બધા કેમિકલમાંથી પસાર થયા બાદ મેદો તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે. જો તમે સતત મેંદાનું સેવન કરો તો અનેક બીમારીઓ જેમ કે આઈબીએસ, જૂની કબજિયાત, પાચન સંબંધિત સમસ્યાઓ, ટ્રાઈગ્લિસરાઈડ્સ, કોલેસ્ટ્રોલ વગેરેનું જોખમ વધી જાય છે.
તંદૂરી રોટીમાં કેટલી કેલેરી?
એક તંદૂરી રોટીમાં લગભગ 110થી 150 કેલરી હોય છે. જેમાંથી કાર્બોહાઈડ્રેટ અને કેલરીની ટકાવારી સૌથી વધુ હોય છે. આ સાથે જ તંદૂરી રોટીમાં પ્રોટીમ પણ હોય છે પરંતુ એકદમ નહિવત, એક તંદૂરી રોટી કુલ દૈનિક કેલરીની જરૂરિયાતના 6 ટકા આપે છે.
વધે છે હાર્ટ એટેકનું જોખમ
તંદૂરી રોટીને પરંપરાગત રીતે તંદૂરમાં પકવવામાં આવે છે. જેનાથી તેમા કોલસાની મહેંક આવે છે. પરંતુ બ્રિટનના ઓક્સફોર્ડ યુનિવર્સ્ટીમાં થયેલા એક રિસર્ચ મુજબ પ્રોફેસર ઝેંગમિંગ ચેને જણાવ્યું કે નક્કર ઈંધણ જેમ કે કોયલા, લાકડી કે ચારકોલમાં લાંબા સમય સુધી પકવેલું ખાવાનું ખાવાથી વાયુ પ્રદુષણ તો થાય છે જ પણ સાથે સાથે હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે.
ડાયાબિટિસના દર્દી બનશો
મેંદાનો પહેલો સીધો પ્રભાવ એ છે કે તે તમારું શુગર લેવલ વધારે છે. કારણ કે તેમાં વધુ પ્રમાણમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ હોય છે. શુગર સ્પાઈક સાથે મેળ ખાવા માટે પેનક્રિયાઝે પૂરતા પ્રમાણમાં ઈન્શ્યુલિન પ્રોડ્યુસ કરવું પડે છે. જો તમે વારંવાર મેંદાનું સેવન કરો તો ઈન્શ્યુલિનનું ઉત્પાદન ધીરે ધીરે ઓછું થઈ જશે જેના કારણે ડાયાબિટિસ થાય છે.
છતાં મન થાય તો આ ઉપાય અજમાવો
જો તમે તંદૂરી રોટી ખાવાના શોખીન હોવ તો રોટી બનાવવા માટે મેંદાની જગ્યાએ રોજિંદા વપરાશમાં ઉપયોગમાં લેવાતા ઘઉના લોટનો ઉપયોગ કરો. અથવા તો પછી અડધો મેંદો અને અડધો લોટ પણ ઉપયોગમાં લઈ શકો છો. તેને બનાવવા માટે ઓવનનો ઉપયોગ કરો. તેનાથી તમને વાતાવરણ સ્વચ્છ રાખવામાં મદદ મળશે, તથા સ્વસ્થતા પણ મેળવશો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube