નવી દિલ્હી : જો કોઇ તમને પુછે કે તમે પોલીસને પેટ્રોલિંગ કરતા જોયા છે, તો તમારા દેહમાં મોટર સાઇકલ અથવા ફોર વ્હીલરમાં ફરતા પોલીસ કર્મચારીની ઇમેજ દેખાશે. અમે એવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે પાકિસ્તાનનાં એખ પોલીસ કર્મચારીની સાઇકલ પર પેટ્રોલિંગ કરનારાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોને પાકિસ્તાની મુળના લેખક અને પત્રકાર તારિક ફતેહે ટ્વીટ કર્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાનનો એક પોલીસ કર્મચારી સાઇકલ થકી પેટ્રોલિંગ કરતો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરતારપુર કોરિડોર મુદ્દે 4 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન. વચ્ચે મહત્વની બેઠક


કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ફરી માલદીવમાં વિશ્વ સમક્ષ ભોંઠુ પડ્યું, ઓમ બિરલાએ ઝાટકણી કાઢી
વાઇરલ થઇ રહેલા વીડિયોને શેર કરતા તારિક ફતેહે લખ્યું કે, પાકિસ્તાનનાં પોલીસ કર્મચારીઓ ખરાબ અર્થવ્યવસ્થા વચ્ચે સાયકલમાં પેટ્રોલિંગ કરવા માટે મજબુર છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, એક પાકિસ્તાની પોલીસ કર્મચારી ભીડભાડવાળી માર્કેટમાં સાઇકલ દ્વારા પેટ્રોલિંગ કરી રહ્યો છે. તેની સાયકલ પર પાકિસ્તાનનો ઝંડો લાગેલો છે. જ્યારે એક બાઇકની જેમ જ તે જ સાયકલ પર પોલીસની લાલ-પીળી બત્તી અને સાયરન પણ લગાવેલી છે.


જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ફરી સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યું: ભારતીય સેનાનો મુંહતોડ જવાબ
નાણા મંત્રીનો મંદીનો ઇન્કાર: ઉદ્યોગ જગતની સમસ્યાઓ પર સરકારનું ધ્યાન
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 2 લાખ લોકોએ જોયો છે અને 2000 લોકોએ રિટ્વીટ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતી યોગ્ય નથી. જો કે આમ છતા પણ તે ભારતને યુદ્ધની ધમકીઓ આપ્યા કરે છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં ભોંઠુ પડવા છતા પણ તે વારંવાર પોતાનુ નાક કપાવવા માટે અવનવા પેંતરાઓ કર્યા કરે છે.