Amit Shah Meeting: જમ્મૂ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વચ્ચે અમિત શાહની હાઇ લેવલ બેઠક શરૂ
તાજેતરમાં જ જોવા મળ્યું છે કે કાશ્મીરમાં આતંકવાદીઓ સામાન્ય જનતા અને સરકારી કર્મચારીઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ગુરૂવારે ઘાટીમાં આતંકવાદીઓએ બે ઘટનાને અંજામ આપ્યો હતો. આતંકવાદીઓએ બડગામ જીલ્લામાં બે મજૂરોને ગોળી મારી હત્યા કરી દીધી હતી.
Targeted Killing In Jammu Kashmir: જમ્મૂ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ વચ્ચે દિલ્હીમાં હાઇ લેવલ બેઠક થઇ રહી છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં થઇ રહેલી આ બેઠકમાં જમ્મૂ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા, એનએસએ અજીત ડોભાલ, સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, ડીજી સીઆરપીએફ કુલદીપ સિંહ, સીમા સુરક્ષા બળના પ્રમુખ પંકજ સિંહ, જમ્મૂ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ સહિત અન્ય પ્રમુખ્ય અધિકારીઓ હાજર છે.
તાજેતરમાં જ જોવા મળ્યું છે કે કાશ્મીરમાં આતંકવાદીઓ સામાન્ય જનતા અને સરકારી કર્મચારીઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ગુરૂવારે ઘાટીમાં આતંકવાદીઓએ બે ઘટનાને અંજામ આપ્યો હતો. આતંકવાદીઓએ બડગામ જીલ્લામાં બે મજૂરોને ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ હુમલામાં એક મજૂરનું મોત નિપજ્યું હતું. આ પહેલાં આતંકવાદીઓએ એક બેંક કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે મધ્ય કાશ્મીર જિલ્લાના ચડૂરા વિસ્તારમાં સ્થિત ઇંટ ભટ્ટામાં કામ કરી રહેલા પર પ્રાંતીય મજૂરો પર ગોળીઓ ચલાવવામાં આવી. તેમણે કહ્યું કે આ ઘટના લગભગ રાત્રે 9:10 વાગે થઇ હતી.
Target Killing: કાશ્મીરમાં આવતીકાલથી શરૂ થશે હિંદુઓનું પલાયન, શું ઘાટીમાં પરત ફરી રહ્યો છે 90નો દૌર?
આ હુમલામાં દિલકુશ કુમાર અને ગુરીને ઇજા પહોંચી હતી. તેમણે જણાવ્યું કે ગુરીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જ્યારે 17 વર્ષીય દિલકુશને એસએમએચએસ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે દિલકુશ કુમાર બિહારનો રહેવાસી હતો.
આ ઘટનાઓ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે પણ બેઠક બોલાવી હતી જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિત ટોચના અધિકારીઓએ ભાગ લીધો. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત ડોભાલ અને ગુપ્તચર એજન્સી રોના પ્રમુખ સામંત ગોયલે બપોર બાદ લગભગ એક કલાક સુધી અમિત શાહની સાથે તેમના નોર્થ બ્લોક કાર્યાલયમાં વાતચીત કરી.
10 કલાકમાં બીજીવાર ટાર્ગેટ કિલિંગ, 1 મજૂરનું મોત, 1 ગંભીર રીતે ઇજાગ્રસ્ત
કાશ્મીર ઘાટીમાં એક મેથી અત્યાર સુધી લક્ષિત હત્યાના 9 કેસ સામે આવ્યા છે. જમ્મૂ ક્ષેત્રના સાંબા જિલ્લાની રહેવાસી એક શિક્ષિકાની આતંકવાદીઓએ કાશ્મીરના કુલગામમાં મંગળવારે હત્યા કરી હતી. તો બીજી તરફ 18 મેના રોજ આતંકવાદીઓએ ઉત્તરી કાશ્મીરના બારામૂલામાં એક દારૂની દુકાનમાં દાખલ થયા અને ગ્રેનેડ ફેંક્યો જેથી જમ્મૂના રહેવાસે એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ત્રણ ઘાયલ થયા હતા.
ઘાટીમાં 24 મેના રોજ પોલીસ કર્મીઓએ સૈફુલ્લા કાદરીની આતંકવાદીઓએ શ્રીનગર સ્થિત તેમના આવાસ સમે ગોળી મારીને હત્યા કરી દીધી જ્યરે આ ઘટના બે દિવસ બાદ બડગામમાં આતંકવાદીઓએ ટીવી કલાકાર અમરીન ભટ્ટની હત્યા કરી હતી.
વર્ષ 2012 માં પ્રધાનમંત્રી પેકેજ હેઠળ નોકરી કરી રહેલા કાશ્મીરી પંડિતો સતત પ્રદર્શન કરી રહ્યા છે અને રાહુલ ભટ્ટ ની હત્યા બાદ પલાયનની ધમકી આપી રહ્યા છે. રાહુલ ભટ્ટની 12ના રોજ આતંકવાદીઓએ મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં ચંદૂરામાં તેમના પંડિતો તેમના કાર્યાલયમાં ઘૂસીને હત્યા કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube