Target Killing: કાશ્મીરમાં આવતીકાલથી શરૂ થશે હિંદુઓનું પલાયન, શું ઘાટીમાં પરત ફરી રહ્યો છે 90નો દૌર?

જોકે આ પ્રશ્ન તે જૂના ઇતિહાસ સાથે જોડાયેલો છે જેને દેશ પહેલાં જ જોઇ ચૂક્યો છે. 90ના દાયકામાં પણ કંઇક આવું જ થયું હતું. જ્યારે કાશ્મીરથી પંડિતોને વીણી વીણીને માર્યા અને ભગાડી દીધા હતા. તાજેતરમાં આવેલી 'ધ કાશ્મીર ફાઇલ્સ' પણ એવા જ કેટલાક તથ્યોને દર્શાવે છે.

Target Killing: કાશ્મીરમાં આવતીકાલથી શરૂ થશે હિંદુઓનું પલાયન, શું ઘાટીમાં પરત ફરી રહ્યો છે 90નો દૌર?

Target Killing in Kashmir: દેશમાં અત્યારે કાશ્મીરી પંડિયોની હત્યાના ઘણા કેસ સામે આવી રહ્યા છે. સમાચારો અનુસાર આતંકવાદીઓ કાશ્મીરી ક્ષેત્રની અંદર શોધી શોધીને હિંદુઓની હત્યા કરી રહ્યા છે. ગત કેટલાક વર્ષોમાં આવા ઘણા કેસોમાં તેજી જોવા મળી છે. આ દશાને જોયા બાદ ફરીથી એ જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું કાશ્મીરી પંડિયો માટે કાશ્મીર સુરક્ષિત નથી? 

જોકે આ પ્રશ્ન તે જૂના ઇતિહાસ સાથે જોડાયેલો છે જેને દેશ પહેલાં જ જોઇ ચૂક્યો છે. 90ના દાયકામાં પણ કંઇક આવું જ થયું હતું. જ્યારે કાશ્મીરથી પંડિતોને વીણી વીણીને માર્યા અને ભગાડી દીધા હતા. તાજેતરમાં આવેલી 'ધ કાશ્મીર ફાઇલ્સ' પણ એવા જ કેટલાક તથ્યોને દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે મે મહિનામાં આતંકવાદીઓએ 7 ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો હતો. સૌથી પહેલાં આતંકવદીઓએ 12 મેના રોજ રાહુલ ભટ્ટ નામના કાશ્મીરી પંડિતને હત્યા કરી હતી. ત્યારબાદ 25 મેના રોજ આર્ટિસ્ટ અમરીન ભટ્ટને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઉપરાંત ત્રણ ઓફ ડ્યૂટી પોલીસકર્મીઓની આતંકવાદીઓએ હત્યા કરી હતી. આ હત્યાઓ સતત વધતી જાય છે. 

— Zee News (@ZeeNews) June 2, 2022

ખાસ વાત એ છે કે રાહુલ ભટ્ટની હત્યા બાદ ફરી એકવાર ઘાટીમાં રહેતા હિંદુઓને પલાયન ચેતાવણી આપી છે. કાશ્મીરી હિંદુઓનું કહેવું ચેહ કે તે કાલથી પલાયન શરૂ કરશે. તમને જણાવી દઇએ કે અત્યારે કાશ્મીરી પંડિયોને પોતાના જીવનો ડર છે. 

આ દરમિયાન અખિલ ભારતીય હિંદુ મહાસભાએ CJI એન વી રમન્નાને આ મામલે પત્ર લખ્યિ છે. આ પત્રમાં હિંદુ અલ્પસંખ્યકોને સુરક્ષા પુરી પાડવાની વાત કહેવમાઅં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news