નવી દિલ્હી : રમઝાનનો મહિનો પવિત્ર માનવામાં આવે છે. આ મહિના દરમિયાન જેટલું દાન પુણ્ય કરવામાં આવે તેટલું જ સારુ માનવામાં આવે છે. ટાટા મોટર્સે આ તહેવારને મનાવવાની એક શાનદાર પદ્ધતી શોધી કાઢ છે. ટાટા મેટર્સે કતરા-કતરા નેકી નામનો એકવીડિયો બનાવ્યો છે. જેને જોઇને લોકો ઇમોશનલ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તે રમઝાનની એડ ખુબ જ વાઇરલ થઇ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PMનો આરોપ દેશના યુદ્ધ જહાજ પર ગાંધી પરિવાર વેકેશન ઉજવતો, કોંગ્રેસે કર્યો બચાવ

અત્રે ઉલ્લેખનીય છે કે, રમઝાન મહિનાની શરૂઆત થઇ ચુકી છે. મિડલ ઇસ્ટમાં સમગ્ર વિશ્વનાં દરેક ખુણેથી લોકો રોજગારી શોધવા માટે ઘરથી દુર જાય છે. અનેક વખત તહેવારના પ્રસંગે પણ લોકો પોતાનાં ઘરે નથી જઇ શકતા. આ વાતને ટાટા મોટર્સે પોતાની એડમાં ખુબ જ સુંદરતાથી દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.