તત્કાલ ટીકિટનું છે પ્લાનિંગ કરાવશે હૈયા`હોળી`, Railway દ્વારા નિયમમાં મોટુ પરિવર્તન
જો તમે પણ યાત્રા કરતા પહેલા હંમેશા તત્કાલ ટીકિટનો જુગાડ કરવામાં માનતા હો તો આ સમાચાર માત્ર તમારા માટે જ છે. રેલવે તરફથી તત્કાલ ટીકિટનાં નિયમોમાં હોળી પ્રસંગે પરિવર્તન કરવામાં આવ્યા છે. ઇન્ડિયન રેલવેની કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)એ હોળી પર યાત્રીઓની સુવિધાને ધ્યાને રાખી આ પરિવર્તન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમય દરમિયાન લોકો પોતાનાં ઘરે જવાનું પ્લાનિંગ કરતા હોય છે. ઉપરાંત કેટલાક લોકો અન્ય સ્થળો પર પણ જવા માટેનું આયોજન કરતા હોય છે. રેલવેએ એક મોટા પરિવર્તન હેઠળ તત્કાલ ટીકિટ માટે બુકિંગની સમયમર્યાદાને ઘટાડીને એક દિવસ કરી દીધો છે.
નવી દિલ્હી : જો તમે પણ યાત્રા કરતા પહેલા હંમેશા તત્કાલ ટીકિટનો જુગાડ કરવામાં માનતા હો તો આ સમાચાર માત્ર તમારા માટે જ છે. રેલવે તરફથી તત્કાલ ટીકિટનાં નિયમોમાં હોળી પ્રસંગે પરિવર્તન કરવામાં આવ્યા છે. ઇન્ડિયન રેલવેની કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)એ હોળી પર યાત્રીઓની સુવિધાને ધ્યાને રાખી આ પરિવર્તન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમય દરમિયાન લોકો પોતાનાં ઘરે જવાનું પ્લાનિંગ કરતા હોય છે. ઉપરાંત કેટલાક લોકો અન્ય સ્થળો પર પણ જવા માટેનું આયોજન કરતા હોય છે. રેલવેએ એક મોટા પરિવર્તન હેઠળ તત્કાલ ટીકિટ માટે બુકિંગની સમયમર્યાદાને ઘટાડીને એક દિવસ કરી દીધો છે.
લોકસભા ચૂંટણીમાં 1000 દિગ્ગજ નેતાઓનાં પત્તા કપાશે, જાણો પસંદગીના માપદંડો !
નવા નિયમ અનુસાર કોઇ પમ યાત્રી ગાડીના પ્રસ્થાન તારીખથી એક દિવસ પહેલા તત્કાલ લાવી શકે છે. જુના નિયમો અનુસાર એસી કોચ (2A, 3A, CC, 3E) માટે તત્કાલ વિંડો સવારે 10 વાગ્યે ખુલે છે. જ્યારે નોટ એસી કોચ અને સ્લીપર માટે તત્કાલ વિંડો સવારે 11 વાગ્યાથી ખુલે છે.