હૈદરાબાદઃ ટીડીપીના સંસ્થાપક અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનટી રામારાવની પુત્રી ઉમા માહેશ્વરીનું નિધન થયું છે. તે સોમવારે હૈદરાબાદમાં પોતાના આવાસ પર ફાંસીએ લટકેલા મળ્યા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્થાનીક હોસ્પિટલ મોકલી દીધો છે. કલમ 174 સીઆરપીસી (આત્મહત્યા પર પૂછપરછ અને રિપોર્ટ કરવા માટે) પોલીસ કેસ દાખલ કરી રહી છે અને આગળની તપાસ ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉમા માહેશ્વરી તેલુગુ દેશમ પાર્ટીના સંસ્થાપક એનટી રામારાવના 12 સંતાનોમાં સૌથી નાની હતી. જાણવા મળી રહ્યું છે કે માહેશ્વરી છેલ્લા કેટલાક મહિનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરી રહ્યાં હતા અને તેની સારવાર ચાલી રહી હતી. 


Patra Chawl Scam: સંજય રાઉતને ઝટકો, કોર્ટે 4 ઓગસ્ટ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યા


એનટીઆરની સૌથી નાની પુત્રી હતી ઉમા માહેશ્વરી
એનટી રામા રાવ એક ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્માતા અને રાજનેતા હતા. તેમણે ત્રણ કાર્યકાળોમાં સાત વર્ષ સુધી આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં કાર્ય કર્યું હતું. 1996માં 72 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. એનટીઆરને 12 બાળકો હતા જેમાં ચાર પુત્રીઓ અને 8 પુત્રો. ઉમા માહેશ્વરી ચાર પુત્રીમાં સૌથી નાની હતી. હાલમાં ઉમા માહેશ્વરીની પુત્રીના લગ્નમાં પરિવારના ઘણા સભ્યો આવ્યા હતા. અભિનેત્રા અને પૂર્વ મંત્રી એન હરિકૃષ્ણા સહિત એનટીઆરના ત્રણ પુત્રોનું પણ નિધન થઈ ગયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube