અરુણ મેહેત્રે/ નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં એક શિક્ષક બીજા શિક્ષકો માટે આદર્શ મિસાલ બની ગયા છે. નાગપુર નિવાસી શિક્ષક રજનીકાંત મેંઢે રોજ પુણેથી 100 કિમી દૂર આવેલા ભોરના ગામ ચંદરમાં આઠ વર્ષના બાળકને ભણાવવા માટે જાય છે. તેમના ઘરેથી ગામડામાં આવેલી શાળાનું અંતર લગભગ 115 કિમી છે. આ દરમિયાન માટીનો કાચો રસ્તો પણ આવે છે જેને પાર કરવામાં ખુબ સમય લાગે છે. આમ છતાં બધી પરેશાનીઓ સહન કરીને રજનીકાંત પોતાના એકમાત્ર વિદ્યાર્થીને ભણાવવા માટે આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકમાત્ર વિદ્યાર્થી છે યુવરાજ
ચંદર ગામમાં 15 ઝૂપડા છે જેમાં 60 લોકો રહે છે. બે વર્ષથી ફક્ત આઠ વર્ષનો યુવરાજ જ રજનીકાંતનો એકમાત્ર વિદ્યાર્થી છે. તેઓ કહે છે કે ગામડામાં બીજા પણ બાળકો છે પરંતુ તેઓ ભણવા માટે આવતા નથી. યુવરાજને પણ ક્યારેક ક્યારેક તો શોધીને લાવવો પડે છે. તે ક્યારેક ઝાડ તો ક્યારેક ઘરમાં જ છૂપાઈ જાય છે. રજનીકાંત કહે છે કે એકલા એકલા શાળામાં આવવું એ કોઈ પણ બાળક માટે બોજારૂપ બની જાય છે. પરંતુ તે પોતાના વિદ્યાર્થીને ભણાવવા માટે પ્રતિબદ્ધ છે.


ગરીબીના કારણે ગ્રામીણો બાળકોને રોજગારી માટે મોકલે છે
રજનીકાંત જણાવે છે કે તેઓ અહીં સતત આઠ વર્ષથી ભણાવવા માટે આવે છે. શરૂઆતમાં તેમની પાસે લગભગ 15-20 વિદ્યાર્થીઓ હતાં. પરંતુ હવે ફક્ત યુવરાજ છે. ગરીબીના કારણે માતાપિતા પોતાના બાળકોને કમાવા માટે મોકલી દે છે. ઘરમાં યુવતીઓને પણ કોઈને કોઈ કામ માટે ગુજરાત મોકલી દેવાઈ છે. જ્યાં તેઓ મજૂરી કરે છે. તેમણે જણાવ્યું કે છેલ્લા આઠ વર્ષોમાં અહીં સ્થિતિમાં કોઈ ફેરફાર નથી. લગભગ 12 કિમીનો રસ્તો પહાડી પર છે જ્યાં આજે પણ સડક બની નથી. તેઓ તેને પાર કરીને જ ગામ સુધી પહોંચી શકે છે. આવામાં રોજ 115 કિમીનો રસ્તો અને કાચા માર્ગથી અંતર કાપીને તે પોતાના વિદ્યાર્થી સુધી પહોંચે છે.


વર્ષો વિત્યા પરંતુ હાલાત એવાને એવા જ
ચંદર ગામમાં 1985માં શાળા બની હતી. અહીં શરૂઆતમાં ચાર દિવાલો જ હતી, છત નહતી. આવામાં વરસાદ પડે ત્યારે શાળામાં પાણી ભરાઈ જતું હતું. થોડા સમય પહેલા અહીં ટીનની છત લગાવવામાં આવી, પરંતુ વરસાદ થવાના કારણે તેમાં પાણી ટપકે છે. તેઓ જણાવે છે કે તેમના ઘરવાળાઓને એ વાતની કોઈ જાણકારી નથી કે તેઓ આટલે દૂર અને આટલા કપરા રસ્તે થઈને આવે છે. તેમણે કહ્યું કે ઘરવાળાઓને ખબર પડે તો તેઓ ચિંતા કરશે. આથી હજુ સુધી તેમણે જણાવ્યું નથી.


ગામડાના હાલાત વિશે રજનીકાંતે જણાવ્યું કે ચંદર ગામમાં આજે પણ વીજળી નથી. રોજગારના નામે લોકો પથ્થર તોડવાનું કામ કરે છે. અહીં માણસો કરતા તો સાંપની સંખ્યા વધુ છે. આ એક એવી જગ્યા છે જ્યાં જો કઈ થઈ જાય તો હોસ્પિટલમાં તરત સારવાર મળવી પણ મુશ્કેલ છે. કારણ કે અહીંથી હોસ્પિટલ પણ 63 કિમી દૂર છે.