નવી દિલ્હી: જમ્મુ એરપોર્ટ સ્થિત એરફોર્સ સ્ટેશનની અંદર રાતે બે વાગ્યાની આસપાસ બે ભેદી ધડાકા થયા. પહેલો ધડાકો 1.37 વાગે અને બીજો ધડાકો બરાબર પાંચ મિનિટ બાદ 1.42 વાગે થયો. જો કે આ ધડાકાથી જાનમાલનું કોઈ નુકસાન થયું નથી. વાયુસેનાએ ટ્વીટ કરીને જણાવ્યું કે પહેલો ધડાકો બિલ્ડિંગની છત પર અને બીજો ધડાકો જમીન પર થયો હતો. ધડાકાથી ફક્ત બિલ્ડિંગની છતને નુકસાન થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકી એંગલ?
ધડાકાનો હવે આતંકી એંગલ પણ સામે આવી રહ્યો છે. તપાસ માટે NIA અને NSG ની ટીમ એરફોર્સ સ્ટેશન પહોંચી ગઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ અત્યાર સુધી થયેલી તપાસમાં ડ્રોનથી IED પાડવાનો શક વ્યક્ત કરાઈ રહ્યો છે. કહેવાય છે કે પાડોશી દેશ પાકિસ્તાન તરફથી ડ્રોન દ્વારા IED પાડવામાં આવ્યાં. કારણ કે એરફોર્સ સ્ટેશન અને બોર્ડર વચ્ચે માત્ર 14 કિમીનું જ અંતર છે. અને ડ્રોન દ્વારા 12 કિમી સુધી હથિયારો પાડવામાં આવી શકે છે. ડ્રોન હુમલાની આંશંકાના પગલે અંબાલા, પઠાણકોટ અને અવંતિપુરા એરબેસ પણ હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યા છે. 


Jammu Air Force Station પર ડ્રોનથી ધડાકા કરાયા હોવાની આશંકા, 2 શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ


નિશાન પર હતા એરક્રાફ્ટ
આ વિસ્ફોટને અંજામ આપવા માટે બે ડ્રોનનો ઉપયોગ થયો હોવાની વાત સામે આવી રહી છે. આ વાતની આશંકા એટલા માટે પણ પ્રબળ બની રહી છે કારણ કે વિસ્ફોટકો પાડનારા ડ્રોનને રડારમાં પકડવામાં મુશ્કેલી પડતી હોય છે. પહેલા પણ આવા અનેક ડ્રોન રડારથી બચી ગયા હતા. સૂત્રોના જણાવ્યાં મુજબ જલદી વાયુસેનાની હાઈ લેવલ ઈન્વેસ્ટિગેશન ટીમ જમ્મુ પહોંચશે. સૂત્રોએ એમ પણ કહ્યું કે હુમલાખોરનો ટાર્ગેટ એરબેસ પર ઊભેલા એરક્રાફ્ટ હતા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube