Jammu Air Force Station પર ડ્રોનથી ધડાકા કરાયા હોવાની આશંકા, 2 શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ
જમ્મુ અને કાશ્મીરમાં ગત સાંજે CRPF ના બંકર પર આતંકી હુમલા બાદ મોડી રાતે જમ્મુ એરપોર્ટના ટેકનિકલ વિસ્તારમાં ધડાકા થયા હોવાના અહેવાલ છે.
Trending Photos
જમ્મુ: જમ્મુ એરપોર્ટના ટેક્નિકલ એરિયામાં મોડી રાતે ધડાકાના અવાજ સંભળાયા. ત્યારબાદ ત્યાં અફરાતફરીનો માહોલ છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ આ ધડાકા રાતે 2 વાગે થયા. કહેવાય છે કે અવાજ દૂર સુધી સંભળાયો હતો. વિસ્તારને હાલ સીલ કરી દેવાયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિસ્ફોટકો લાવવા માટે ડ્રોનનો ઉપયોગ થયો હતો.
બે શંકાસ્પદોની થઈ ધરપકડ
આ મામલાની તપાસ ગુપ્તચર એજન્સીઓને સોંપવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ કેસમાં બે શંકાસ્પદ લોકોની ધરપકડ થઈ છે.
રાજનાથ સિંહે મેળવી જાણકારી
રક્ષામંત્રી રાજનાથ સિંહે જમ્મુના વાયુસેના સ્ટેશન પર આજની ઘટના અંગે વાઈસ એર ચીફ એર માર્શલ એચ એસ અરોડા સાથે વાત કરી છે. એર માર્શલ વિક્રમ સિંહ સ્થિતિની સમીક્ષા કરવા માટે જમ્મુ પહોંચી રહ્યા છે.
એરફોર્સ, આર્મી અને પોલીસ અધિકારીઓ પહોંચ્યા
અત્રે જણાવવાનું કે ઈન્ડિયન એરફોર્સનું સ્ટેશન હેડક્વાર્ટર અને તેની સાથે જ જમ્મુનું મેઈન એરપોર્ટ પણ આ જ પરિસરમાં આવે છે. મોડી રાતે થયેલા ધડાકા બાદ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ છે. હાલ ઘટનાસ્થળ પર એરફોર્સ, આર્મી અને જમ્મુ કાશ્મીર પોલીસ અધિકારીઓ પહોંચી ગયા છે.
Defence Minister Rajnath Singh spoke to Vice Air Chief, Air Marshal HS Arora regarding today’s incident at Air Force Station in Jammu. Air Marshal Vikram Singh is reaching Jammu to take stock of the situation: Defence Minister's Office
— ANI (@ANI) June 27, 2021
એરફોર્સે આપ્યું આ નિવેદન
એરફોર્સે ટ્વીટ કરીને કહ્યું કે સ્ટેશન પર બે હળવા ધડાકા થયા છે. એક ધડાકાએ છતને સામાન્ય નુકસાન પહોંચાડ્યું છે. જ્યારે બીજો ધડાકો ખુલ્લા વિસ્તારમાં થયો છે. આ ધડાકાથી કોઈ પ્રકારના નુકસાનના ખબર નથી, આગળ તપાસ ચાલુ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ડ્રોન દ્વારા આ ધડાકાને અંજામ અપાયો છે.
Two low intensity explosions were reported early Sunday morning in the technical area of Jammu Air Force Station. One caused minor damage to the roof of a building while the other exploded in an open area.
— Indian Air Force (@IAF_MCC) June 27, 2021
ટેક્નિકલ વિસ્તારની અંદર સંદિગ્ધ વિસ્ફોટ થતા હડકંપ મચી ગયો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ અને ટોચના પોલીસ ઓફિસરો હાલ ઘટનાસ્થળે છે.
A high-level investigation team of the Indian Air Force (IAF) to reach Jammu shortly. The possible target of the drones was the aircraft parked in the dispersal area: Sources pic.twitter.com/8JLKVP9dH5
— ANI (@ANI) June 27, 2021
નિશાન પર હતા એરક્રાફ્ટ
આ વિસ્ફોટને અંજામ આપવા માટે બે ડ્રોનનો ઉપયોગ થયો હોવાની વાત સામે આવી રહી છે. આ વાતની આશંકા એટલા માટે પણ પ્રબળ બની રહી છે કારણ કે વિસ્ફોટકો પાડનારા ડ્રોનને રડારમાં પકડવામાં મુશ્કેલી પડતી હોય છે. પહેલા પણ આવા અનેક ડ્રોન રડારથી બચી ગયા હતા. સૂત્રોના જણાવ્યાં મુજબ જલદી વાયુસેનાની હાઈ લેવલ ઈન્વેસ્ટિગેશન ટીમ જમ્મુ પહોંચશે. સૂત્રોએ એમ પણ કહ્યું કે હુમલાખોરનો ટાર્ગેટ એરબેસ પર ઊભેલા એરક્રાફ્ટ હતા.
Two drones were used to carry out the explosions near the Jammu air base: Sources pic.twitter.com/fzDYTSCRpX
— ANI (@ANI) June 27, 2021
શનિવારે સાંજે થયો હતો હુમલો
શ્રીનગરના બરબરશાહ વિસ્તારમાં શનિવારે સાંજે આતંકીઓએ સુરક્ષાદળો પર હુમલો કરતા CRPF ના બંકર પર બોમ્બ ફેંક્યો હતો. આ હુમલામાં આતંકીઓ નિશાન ચૂકી ગયા અને બોમ્બ રસ્તા પર પડ્યો અને ફૂટી ગયો. આ હુમલામાં 3 નાગરિકો ઘાયલ થયા. જેમાંથી એક નાગરિકનું મોત થયું છે. મૃતકની ઓળખ મદસ્સિર અહેમદ તરીકે થઈ છે. જે હાજીગુંડ બદગામ વિસ્તારનો રહીશ હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે